ગુજરાતમાં આજે વહેલી સવારથી હળવોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારે 10 વાગ્યા સુધી સૌરાષ્ટ્રમાં તોફાની બેટિંગ કર્યા બાદ 10થી 12 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતમાં પણ મેઘો જોરદાર વરસ્યો છે. આજે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 72 તાલુકામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા બે કલાકની વાત કરીએ તો ઉમરગામમાં 2 ઇંચ, જામકંડોરણામાં 1.8 ઇંચ, ઉપલેટામાં 1.6 ઇંચ વરસાદ ખાબક્યો છે.
10થી 12 વાગ્યા સુધીનો વરસાદ
આજે 10થી 12 વાગ્યા સુધીમાં ઉમરગામમાં 2 ઇંચ, જામકંડોરણામાં 1.8 ઇંચ, ઉપલેટામાં 1.6 ઇંચ, ખંભાળિયામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વલસાડમાં 23 મિ.મી., વાપીમાં 23 મિ.મી., પારડીમાં 23 મિ.મી., વેરાવળમાં 22 મિ.મી, લાલપુરમાં 18 મિ.મી., ગીર ગઢડામાં 18 મિ.મી., કામરેજમાં 16 મિ.મી., ધોરાજીમાં 15 મિ.મી., વંથલીમાં 14 મિ.મી., માંગરોળ(જૂનાગઢ)માં 13 મિ.મી., માળીયા હાટીનામાં 12 મિ.મી., દ્વારકામાં 12 મિ.મી. વરસાદ વરસ્યો છે.
- Advertisement -
સવારે 6થી બપોરના 12 વાગ્યા સુધીનો વરસાદ
સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં વંથલીમાં 5.8 ઇંચ, કેશોદમાં 5 ઇંચ, પોરબંદરમાં 3.7 ઇંચ, ખંભાળિયામાં 3.3 ઇંચ, જૂનાગઢમાં 3 ઇંચ, મેંદરડામાં 3 ઇંચ, જૂનાગઢ શહેરમાં 3 ઇંચ, ઉમરગામમાં 2.6, ઉપલેટામાં 2.6, માળીયા હાટીનામાં 2.6, ભેસાણમાં 2.5, જામ કંડોરણામાં 2.3, ભાણવડમાં 2.2, માંગરોળ(જૂનાગઢ)માં 1.7, વલસાડમાં 1.7, વેરાવળમાં 1.5, વાપીમાં 1.4, રાણાવાવમાં 1.4, કલ્યાણપુરમાં 1.4, જોડિયામાં 1.3, તાલાલામાં 1.3, લાલપુરમાં 1.2 અને પારડીમાં 1.2 ઇંચ વરસાદ વરસ્યો છે.