ગોંડલ, જામકંડોરણા, પડધરી, કોટડા સાંગાણી, લોધિકા, જેતપુરમાં 4 મહિલા સહિત 11 આરોપીના દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું
સરકારની સુચના અન્વયે 397 ટપોરીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્ય સરકાર દ્વારા 100 કલાકમાં અસામાજી તત્વો તેમજ વારંવાર ગુનાઓ આચરતા હોય તેવા ટપોરીઓની યાદી તૈયાર કરવાની સુચના અન્વયે જીલ્લા પોલીસે 397ટપોરીઓની યાદી તૈયાર કરી હતી બાદમાં ડીજીપી વિકાસ સહાયના આદેશ મુજબ જીલ્લા પોલીસવડા હિમકરસિંહની આગેવાનીમાં સઘન કાર્યવાહી છેલ્લા દસ દિવસથી કરવામાં આવી રહી છે આજે ગોંડલ, જામકંડોરણા, પડધરી, કોટડાસાંગાણી, લોધીકા અને જેતપુરમાં 4 મહિલા સહીત 11 આરોપીના ગેરકાયદે દબાણોનું ડીમોલેશન કરવામાં આવ્યુ છે.
રાજકોટ જીલ્લા એસપીની રાહબરીમાં જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન વાઈઝ તૈયાર કરેલ ગુનાગારોની યાદી મુજબ અસામાજિક તત્વોના વીજ કનેક્શન અને રહેણાંક મકાન સહિતના દબાણો અંગે જે તે સંલગ્ન વિભાગને સાથે રાખીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે દરમિયાન આજે ગોંડલ બી ડીવીઝન પીઆઈ જે પી ગોસાઈની ટીમે ચિસ્તીયાનગરમાં દોડી જઈ કુખ્યાત બુટલેગર ઈરફાન ઉર્ફે ઇકુ હસનભાઈ કટારીયાના ગેરકાયદે મકાનને તોડી પાડયું હતું ઈરફાન હત્યાની કોશિષ, દારૂ, જુગારના 21 ગુનામાં પકડાઈ ચુક્યો છે આ ઉપરાંત ત્રણ મહિલા બુટલેગરોએ પણ ખડકી દીધેલ દબાણો તોડી પાડયા હતા જયારે પડધરી પીઆઈ એસ એન પરમારની ટીમે દારૂના 7 ગુનામાં પકડાયેલ કુલદીપસિહ જોરૂભા જાડેજાની ગેરકાયદે મિલકત ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું કોટડાસાંગાણી પીઆઈ આર એમ રાઠોડની ટીમે ગુલાબ રહેમાન મકવાણાનો ગેરકાયદે સેડ તોડી નાખ્યો હતો તેમજ લોધિકા પીઆઈ યુ આર ડામોરની ટીમે હરેશ ઉર્ફે ગટો રાજુભાઈ કોડિયા અને દિલીપ ઉર્ફે પીન્ટુ ભીખુભાઈ રાઠોડના બાંધકામ પણ તોડી પાડયા હતા જામકંડોરણા પીઆઈ એમ.જી. ચૌહાણ અને ટીમે નાના ભાદરા ગામે રહેતા ભરત ઉર્ફે ભુરીયો ધીરુભાઈ મજેઠીયા કે જેની સામે દસ જેટલાં ગુન્હા હોય તેને નોટિસ પાઠવી દુધીવદરના રસ્તે ભુરીયાના 100 ચોરસ વાર જમીન પર કરેલુ બેલાનુ ચણતર તોડી પાડવામા આવ્યું છે જેતપુર ઉદ્યોગનગર પીઆઈ એમ એમ ઠાકોરની ટીમે દારૂના 13 ગુનામાં પકડાયેલ જીલુબેન બદરૂભાઈ વડદોરીયાના ગેરકાયદે મકાનનું અને 5 ગુનામાં પકડાયેલ રાજેશ વલકુભાઈ ચરોલીયાના ગેરકાયદે મકાનનુંપણ ડીમોલીશન કરવામાં આવ્યુ હતું.