PI એ.બી.જાડેજા તથા PSI જે.જી.રાણા, PSI એચ.જે.સોલંકીની ગેરકાયદેસર પ્રવૃતિ કરનારા ઇસમો સામે લાલઆંખ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા મહેન્દ્ર બગડીયા તથાનાયબ પોલીસ કમિશ્નર પાર્થરાજસિંહ ગોહીલ (ઝોન-1) તથા મદદનીશ પોલીસ કમિશ્નર બી.વી.જાધવ (પુર્વ વિભાગ) ના માર્ગદર્શન હેઠળ તા.24/11/2024 ના કલાક 17/30 થી 19/30 વાગ્યા સુધી પોલીસ ઈન્સ્પેકટર એ.બી.જાડેજા તથા પો.સબ.ઈન્સ. જે.જી.રાણા તથા એચ.જે.સોલંકી તથા એ.આર.રાઠોડ તથા વી.એમ.બરાડીયા એમ કુલ-5 અધિકારીઓ તથા આજીડેમ પોલીસ સ્ટેશનના કુલ-35 પોલીસ કર્મચારીઓ સાથે આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારના માંડા ડુંગર, માન સરોવર પાર્ક, શાકમાર્કેટ તથા રવીવારી બજારમાં મેગા ફુટ પેટ્રોલીંગ કરી પાનના ગલ્લા, લારીઓ તથા ચા ની હોટલો ખાતે શંકાસ્પદ વ્યક્તિઓ તથા પરપ્રાંતીય મજુરો તથા હીસ્ટ્રીશીટર, ટપોરીઓ, એમ.સી.આર., તથા પ્રોહી. બુટલેગર્સ ને ચેક કરી (1) દેશી દારૂ કેશ – 2,(2) છરી સાથે એક વ્યક્તિને પકડી જી.પી.એક્ટ કલમ 135 મુજબ કાર્યવાહી કરેલ(3) કેફી પ્રવાહી પીધેલ હાલતમાં મોટર સાઈકલ ચલાવી મળી આવેલ ઈસમ વિરૂધ્ધ એમ.વી.એક્ટ કલમ 185 મુજબ કાર્યવાહી કરેલ છે. (4) પાનના ગલ્લા તથા ચા ની હોટલ પાસે જાહેરમાં ધુમ્રપાન કરતા પાંચ વ્યક્તિઓ વિરૂધ્ધ કોપટા એક્ટ મુજબ કાર્યવાહી કરેલ છે. (5) પરપ્રાંતીય મજુરોને ચેક કરી બી રોલ – 10 ભરી તે અંગે કાર્યવાહી કરેલ છે. (6) બી.એન.એસ.એસ. કલમ 128 કેશ – 10 (7) હિસ્ટ્રીશીટર ચેક લવ (8) એમ.સી.આર. ચેક (9) ટપોરી ચેક (10) બુટલેગર્સ ચેકની કાર્યવાહી કરવામાં આવી હતી.



