શહેરમાં ફરતી તમામ ઓટો રિક્ષાઓમાં કુલ 18 પોલીસ સ્ટેશનમાં, 32 પોઇન્ટ પર, 32 પોલીસ અધિકારી તેમજ 250 પોલીસ કર્મીઓની ટીમ કાર્યરત રહી
નંબર પ્લેટ વગરના વાહન ચલાવતા અને વધુ સવારીને બેસાડતા 104 રિક્ષા માલિકો સામે કાર્યવાહી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં મુસાફરો, શ્રદ્ધાળુઓની સલામતી અને સુરક્ષાના ભાગરૂપે કુલ 2262 રિક્ષાઓનું ચેકીંગ કરાયું હતું. જેમાં 104 રિક્ષા માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના નેતૃત્વમાં જિલ્લામાં ગુનાખોરી, અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો સામે સતત મોનીટરીંગ રાખવા તેમજ શહેરમાં રોજ- રોજ આવતા પ્રવાસીઓ, મુસાફરો સલામતી સુનિશ્ચિત થાય તે હેતુથી સુચના કરવામાં આવેલ છે.
જિલ્લામાં ભવ્ય તીર્થધામ, પ્રવાસનધામ હોવાથી બહારના રાજ્યોમાં માંથી પ્રવાસીઓ આવતા હોય છે. જે ફરવાલાયક સ્થળે જવા માટે રિક્ષાનો ઉપયોગ કરે છે. જેમાં અવાર- નવાર બહારથી આવતા મુસાફરો સાથે છેતરપીંડી, શારીરિક ગુનાઓ બનતા હોય છે. જેમાં તપાસ દરમિયાન રિક્ષાઓના નંબર ખોટા હોવાનું માલુમ પડતા ગુનો અનડીટેક રહેવા પામે છે.
- Advertisement -
જે બાબતે જૂનાગઢ એસપીએ અગમચેતીના પગલા રૂપે આગામી સમયમાં મુસાફરો સાથે આવા અણબનાવ ન બને તેને ધ્યાને લઇ શહેરમાં ફરતી તમામ ઓટો રિક્ષાઓમાં કુલ 18 પોલીસ સ્ટેશનમાં, 32 પોઇન્ટ પર, 32 પોલીસ અધિકારી તેમજ 250 પોલીસ કર્મીઓની ટીમે કુલ 2262 રિક્ષાનું ચેકીંગ કરાયું અને 104 સામે કાર્યવાહી કરવામાં આવી.
ક્યાં- ક્યાં ગુનામાં કાર્યવાહી થઇ
નંબર પ્લેટ વગરના
વાહન – 63
પીધેલા ચાલકોના કેસ- 9
હથિયાર સાથેના કેસ – 2
માલિક વગરના
વાહનો કેસ- 8
ગેરકાયદે વસ્તુઓની
હેર-ફેર કરતા- 6
વધુ સવારીના કેસ-16