1400 ચોરસ મીટર જમીન પરના પાકા બાંધકામ અને ઝૂંપડા પર જેસીબી ફેરવાયું; કલેક્ટરના આદેશથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરના મવડી વિસ્તારમાં સરકારી ખરાબાની કિંમતી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો પર આજે તંત્રએ લાલ આંખ કરી છે. કલેક્ટર ઓમ પ્રકાશના આદેશ અને પ્રાંત અધિકારી ડો. સી. એમ. પરમારના માર્ગદર્શન હેઠળ મવડીના સર્વે નંબર 194 પૈકીની જમીનમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
અહીં ભલાભાઈ અમરાભાઈ દ્વારા અંદાજે 600 ચો.મી.માં પાકું બાંધકામ અને અન્ય 800 ચો.મી.માં કાચા ઝૂંપડા મળી કુલ 1400 ચોરસ મીટર જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. અગાઉ નોટિસ આપવા છતાં દબાણ દૂર ન કરાતા, આજે દક્ષિણ મામલતદારની આગેવાનીમાં પોલીસ, ઙૠટઈક અને મનપાની ટીમોએ જેસીબીની મદદથી દબાણ દૂર કર્યું હતું.
બજાર કિંમત મુજબ અંદાજે ₹8.40 કરોડની આ જમીનનો કબજો સરકારે પરત મેળવ્યો છે.



