ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં ગઈકાલે રાતે પોલીસ દ્વારા હાથ ધરાયું મેગા કોમ્બિંગ, 7 અલગ – અલગ વિસ્તારોમાં 50 અધિકારીઓ અને 225 પોલીસકર્મીઓએ કરી તપાસ.
રક્ષાબંધન અને જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ પોલીસકર્મીઓને અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તરફ એલર્ટ રહેવાની સૂચના આપી હતી. જે અંતર્ગત ગઈકાલ રાતથી આજ સવાર સુધી ભરૂચ જિલ્લામાં મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કોમ્બિંગ દરમિયાન અલગ અલગ 200 જેટલા મામલાઓમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
- Advertisement -
જિલ્લાના મોટાભાગના અધિકારીઓ જોડાયા
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ભરૂચ મયુર ચાવડાના માર્ગદર્શન મુજબ કોમ્બિંગ હાથ ધરાયું હતું. આ કોમ્બિંગમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર એ.એ ચૌધરી, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટ સહિત જિલ્લાના મોટાભાગના પોલીસ અધિકારીઓ જોડાયા હતા.
ઔદ્યોગિક વિસ્તારો પર આપ્યું હતું ધ્યાન
સાથે જ આ કોમ્બિંગમાં લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, પેરોલ ફર્લો સ્કોડ, એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ, ક્વીક રીસ્પોન્સ ટીમના 225 જેટલા પોલીસકર્મીઓએ 7 અલગ અલગ વિસ્તારોને ધમરોળ્યા હતા. આ વખતે પોલીસે જિલ્લામાં ઔદ્યોગિક વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
200 જેટલા ગુના કર્યા દાખલ
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જંબુસર, દહેજ, વાગરા, ભરૂચ, અંકલેશ્વર, પાનોલી જીઆઇડીસી વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું. જેમાં જીઆઇડીસીમાં આવેલ ગોડાઉન, રહેણાંક મકાનોમાં ચેકિંગ, વાહન ચેકિંગ કરી 200 જેટલા ગુના દાખલ કર્યા હતા. આ કોમ્બિંગ દરમિયાન 1 બોગસ ડોક્ટરને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો.
- Advertisement -