રોટરી મિડટાઉન લલીતાલય હોસ્પિટલનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન 27 વર્ષથી વિવિધ સેવા-સમાજ કલ્યાણના કાયોમાાં કાર્યરત છે. ક્લબ દ્વારા એરપોર્ટ રોડ પર આવેલી ગીત ગુર્જરી સોસાયટી-6, પેટ્રીયા સ્યુટસ હોટેલની સામેના રોડ ખાતે 18,000 સ્કે. ફૂટમાં ગુજરાતની સર્વ પ્રથમ – એક અતિ-આધુનિક ડાયાબિટીસ ને સમર્પિત રોટરી લલીતાલય હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે . રોટરી લલિતાલય હોસ્પિટલ દ્વારા કાર્યરત અધ્યતન પેથોલોજી લેબોરેટરી માાં લોહી તથા પેશાબના બધા જ પ્રકારના રિપોર્ટ અત્યંત રાહત ભાવ પર કરી આપવામાં આવે છે તેમજ હોમ કલેક્શનની સુવિધા પણ ઉપલબ્ધ છે.
આગામી ગુરુવાર તારીખ 14/11/2024ના રોજ આવી રહેલા વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિતે રોટરી લલીતાલય હોસ્પિટલ દ્વારા ડાયાબિટીસને અટકાવવા તથા ડાયાબિટીસની સારવાર માટે આ સપ્તાહ (તારીખ 11/11/2024 થી 16/11/2024) ડાયાબિટીસના 3 મહિનાનો એવરેજ રિપોર્ટ ((HbA1c)), કોલેસ્ટ્રોલનો રિપોર્ટ(Lipid Profile)અને કિડનીનો રિપોર્ટ ((Creatinine) તેમજ ડાયાબિટીસના સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર દ્વારા તપાસ, 50% ડિસ્કાઉન્ટ થી કરી આપવામાં આવશે, તદઉપરાંત ડાયાબિટીસએ વારસાગત થતું હોવાના કારણે જો કોઈ ડાયાબિટીસ ધરાવતા દર્દીના સગાને સુગરનો રિપોર્ટ તદન ફ્રીમાં કરી આપવામાં આવશે.
ડાયાબિટીસ શરીરના લગભગ અંગોને નુકશાન પોહચાડતુ હોય છે તેથી લાંબા સમય થી ડાયાબિટીસ ધરાવતા દર્દીઓને ડાયાબિટીસ રિસ્ક પ્રોફાઇલ (DRP) નામનો રિપોર્ટ કે જેમાં ડાયાબિટીસ દ્વારા શરીર પર થતાં નુકસાન ની તપાસ થઈ શકે છે અને જે રિપોર્ટની સામાન્ય કિંમત રૂ. 2000/- હોય છે, એ રિપોર્ટ આ કેમ્પ દરમિયાન ફક્ત રૂ. 100/- ના ટોકન દરે કરી આપવામાં આવશે. રિપોર્ટ અથવા ડોક્ટર દ્વારા તપાસ માટે અગાઉથી ફોન કરી અપોઇન્ટમેન્ટ લખાવવી.
કેમ્પનું સ્થળ:- રોટરી લલિતાલય હોસ્પિટલ, 6- ગીત ગુર્જરી સોસાઇટી, પેટ્રીયા સ્યુટસ હોટેલની સામેનો રોડ, એરપોર્ટ રોડ, રાજકોટ. ફોન : 0281-2444024 / 5, 9409330034 / 940933003