બ્લડ કેમ્પમાં થેલેસીમિયાના બાળકો માટે 166 બોટલ લોહી એકત્ર કરાયું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
- Advertisement -
જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિ અને પ્રા.શિ.અધિકારી કચેરી અને જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે જિલ્લા સેવાસદનમાં જિલ્લા વકિાસ અધિકારી નિતિ સાંગવાનની પ્રેરણા અને માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેર ઉપસ્થિત રહી સમગ્ર વ્યવસથા ગોઠવી હતી વાઢેરએ જણાવ્યુ હતુ કે, જૂનાગઢ ખાતે થેલેસેમિયા ગ્રાસ્ત બાળકોને જીવતદાન મળતુ રહે તેવા ઉંડા આશ્રયથી આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવમાં આવેલ જેમાં સરકારી ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાયનાન્સ માઘ્યમિક ઉચ્ચતર માઘ્યમિક અને પ્રાથમિક શાળાઓના આચાર્યશ્રીઓ શિક્ષકો સરકારી કચેરીઓના અધિકારીઓ કર્મચારીબહોળા પ્રમાણમાં રતદાન કર્યુ હતુ.
અને કુલ 166 બોટલ લોહી એકત્ર કરી લોહીનુ દાન કરાવમાં આવ્યુ હતુ. થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે ખાસ આ કેમ્પનું આયોજન કરાયુ હતુ. કર્મચારીઓ પોતાની ફરજ ઉપરાંત માનવતા સેવાનુ ઉદાહરણ પુરૂ પાડયુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સ્ટાફ તેમજ જિલ્લા પંચાયતના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.