ખાસ-ખબર સંવાદદાતા
માણાવદર તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સીસીટીવી કેમેરા નખાય તે માટે માણાવદર પીએસઆઇ ચેતક બારોટે માણાવદર પોલીસ સ્ટેશન હેઠળ આવતા 35 સરપંચો સાથે બેઠક કરવામાં આવી હતી.ત્યારે આ બેઠકમાં માણાવદર પીએસઆઇ ચેતક બારોટ એ જણાવ્યું હતું કે આધુનિક સમયમાં સીસીટીવી કેમેરા ગુનાઓ ને અટકાવવા તેમજ બનેલા ગુનાઓને શોધવા માટે સીસીટીવી કેમેરા મહત્વનો ભાગ ભજવે છે ઉપરાંત અસામાજિક પ્રવૃત્તિઓમાં પણ રોક લાગે અને નાના મોટા બનાવો બનતી વખતે કોઈ નિર્દોષ લોકો ભોગ ના બને તે માટે સીસીટીવી કેમેરા ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે આપના ગ્રામ્ય વિસ્તારોમાં દાતાઓ અને લોકભાગીદારીની મદદથી અથવા તો ગ્રામ પંચાયત ની આયોજન ની ગ્રાન્ટ માંથી સીસીટીવી કેમેરા ફીટ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ તકે માણાવદર વિસ્તારના સરપંચો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.