ગઈકાલ તા.૧૯/૦૭/૨૦૨૧ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના સિટી એન્જીનિયરઓ તથા ડે.એન્જીનિયરઓ સાથે મેયર ડૉ.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં બાંધકામને લગત જુદા જુદા કામો માટે મીટીંગ યોજાઈ.
- Advertisement -
આ મીટીંગમાં ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલ તેમજ સિટી એન્જી. ગોહિલ, કોટક, વાય.કે. ગોસ્વામી તથા તમામ વોર્ડના ડે.એન્જી વિગેરે ઉપસ્થિત રહેલ.
મીટીંગમાં ખાસ કરીને ચોમાસાની ઋતુમાં શહેરના નગરજનો હેરાન ન થાય અને કોઈ અકસ્માતના બનાવ ન બંને તે માટે શહેરના મુખ્ય માર્ગો પર રોડ પરના ખાડાઓમાં મેટલ મોરમ નાંખી વ્યવસ્થિત કરવા ઉપરાંત તમામ મુખ્ય માર્ગોનો સર્વે કરી ઝુંબેશના સ્વરૂપે આ કાર્યવાહી પૂર્ણ કરવા તેમજ હવે પછી ડે.એન્જીનીયર, આસી.એન્જીનીયર, વર્ક આસિસ્ટન્ટ વિગેરે પોતાના વોર્ડમાં દરરોજ ફિલ્ડમાં જતા જ હોય છે ત્યારે જે જે રોડ રસ્તા પર ખાડાઓ જણાય તેની યાદી બનાવી જોઈએ અને સમયમર્યાદામાં મેટલીંગ કે પેચવર્ક તુરંત કરાવવું જોઈએ જેથી રાજકોટ મહાનગરપાલિકા શહેરીજનોનો રોષનો ભોગ ન બંને તે માટે આપ સૌએ જવાબદારીપૂર્વક કાર્યવાહી કરવા પદાધિકારીઓએ તાકીદ કરેલ.
વિશેષમાં, ચોમાસાની ઋતુ દરમ્યાન જે જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરવાના પ્રશ્નના લોકેશનની જાણકારી મેળવેલ અને થયેલ કામગીરીની ચર્ચા કરવામાં આવેલ. તેમજ ઘણા લોકેશન પર વોંકળાના દબાણના કારણે વરસાદી પાણીના નિકાલ થતો ન હોય તેવી જગ્યાએ ટાઉન પ્લાનીંગ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરવા જણાવેલ. તેમજ જે વિસ્તારોમાં કોર્પોરેશનના કામો ચાલતા હોઈ અને પૂર્ણ થયા બાદ ત્યાં પડેલ વેસ્ટ માલ અને ડ્રેનેજની કુંડીઓ સાફ કરેલ હોય તેમનું રબીશ એજન્સીઓ મારફત તાત્કાલિક ઉપડી જાય તેવી સુચના આપવામાં આવેલ. શહેરના જુદા જુદા વોર્ડમાં નાના-મોટા પ્રોજેક્ટના કામ ચાલતા હોય આવા કામો એજન્સીઓ દ્વારા ખુબ જ ધીમી ગતિ એ કરતા હોય છે જેના કારણે લોકોને ખુબ જ હાલાકી ભોગવવી પડતી હોય છે. આવી એજન્સીઓને નોટીસ આપીને સંતોષ માનવાને બદલે જરૂર જણાયેલ બ્લેક લીસ્ટમાં મુકવા પગલા લેવા સુચના આપેલ હતી.
- Advertisement -
ચોમાસાની ઋતુ બાદ ડામર, પેવરના કામો માટે વોર્ડનો એક્શન પ્લાન બનાવતી વખતે વોર્ડમાં ખરેખર જરૂરીયાત હોય તેવા રસ્તાઓનું સમાવેશ કરવા તમામ સિટી એન્જીનીયરઓને પદાધિકારીઓએ કાર્યવાહી કરવા જણાવેલ.