ગુજરાતના ફૂટબોલ ખેલાડીઓને નેશનલ કક્ષાએ રમતમાં પ્રોત્સાહિત કરવા અંગેની ચર્ચા કરાઇ
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસીએશન અમદાવાદમાં કોટીયાડ મેરીટ હોટલમાં પ્રમુખ પરિમલભાઈ નથવાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ મીટીંગમા ગુજરાતમાં ફૂટબોલ કેમ વધુમાં વધુ ખેલાડીઓ નેશનલ કક્ષાએ રમવા જાય તે અંગે વિવિધ મુદાઓની ચર્ચા કરવામાં આવી હતી.
આગામી નવેમ્બર માસમાં ભાવનગર સિટીમાં સંતોષ ટ્રોફી વેસ્ટઝોન રમાડવામાં આવશે. ઈ સર્ટીફીકેટ ગ્રાસ રૂટ કોચિંસ પાંચ ઝોનમાં 125 બનાવવામાં આવશે. નબળા કોચ છે. તે જીલ્લામાં કોચિશ બનાવવામાં આવશે અને પ્રોત્સાહિત કરવામાં આવશે. સીનીયર વુમન પાલનપુરમાં પૂરી થયેલ તેનો સિલેકશન માટે નેશનલ માટે કેમ્પ યોજવામાં આવશે. તે ટીમનું નેશનલ માટે નવેમ્બરમાં સિલેકશન કરવામાં આવશે. ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસીએશનના ડી – સર્ટીફીકેટ અને ઈ – સર્ટીફીકેટ ધરાવતા કોચીસની મીટીંગ ગુજરાત ફૂટબોલ એસોસીએશનના પ્રમુખ પરિમલભાઈ નથવાણી સાથે આગામી ઓક્ટોમ્બર માસમાં રાખવામાં આવેલ છે. આવતા વર્ષથી સીનીયર ભાઈઓની ફૂટબોલ ટુર્નામેન્ટ બે કેટેગરીમાં રમાડવામાં આવશે. જેમાં ટાયર – 1 અને ટાયર – 2 ક્વોલીફાયર પ્રકારે રમાડવામાં આવશે. આ મીટીંગમાં ગુજરાતમાં ફૂટબોલમાં વધુ વેગ મળે તે અંગે તમામ હોદેદારો વિગતવાર ચર્ચા કરેલ. આ મીટીંગમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલના મેઈન હોદેદાર પરિમલભાઈ નથવાણી, મુળરાજસિંહ ચુડાસમા, ગુણવંતભાઈ ડેલાવાળા, અરુણસિંહ રાજપૂત, હનીફભાઈ જીનવાલા, મયંકભાઈ બુચ, જીગ્નેશભાઈ પાટીલ, ઉપસ્થિત રહેલ.