દેશભરમાં 14થી 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો થકી ડૉ.આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડશે
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે BJPની એક મહત્ત્વની બેઠક મળી રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ તથા અનુસૂચિત જાતિ મોરચાના લાલસિંહ આર્યા સામેલ થયા છે. તેની સાથે સાથે તમામ ધારાસભ્યો, સાંસદો સહિત કેટલાક જિલ્લા અને તાલુકાના પ્રમુખોને પણ બોલાવવામાં આવ્યા છે.
ભાજપના રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ લાલસિંહ આર્યએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી 14 એપ્રિલના રોજ જ્યાં પણ દેશમાં બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ છે ત્યાં માલ્યાર્પણ કરશે. બાબા આંબેડકરની મૂર્તિ પાસે બંધારણનું જે આમુખ છે એનું પઠન કરાશે. આ ઉપરાંત 14 થી 24 એપ્રિલ દરમિયાન દેશના દરેક જિલ્લામાં બંધારણ અને આંબેડકરની કેટલીક વાતોને લઈને દરેક જિલ્લાએ પ્રવચનો યોજવામાં આવશે. જેમાં કોઈપણ બે પ્રવક્તા એ પોતાની ભાજપની વાત આંબેડકરને લઈને બંધારણને લઈને લોકો સમક્ષ લઈ જશે અને લોકો સમક્ષ કેટલીક વાત મૂકવામાં આવશે.
આ માહિતી આપવાની સાથે સાથે લાલસિંહ આર્યાએ કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે બાબાસાહેબ આંબેડકરનું રાષ્ટ્રીય સ્મારક નહોતું બનાવ્યું. જ્યારે બાબાસાહેબ આંબેડકરનું મૃત્યુ થયું ત્યારે તેમના મૃતદેહને સરકારી વિમાનમાં નહીં પણ પ્રાઇવેટ વિમાનમાં મોકલવામાં આવ્યો હતો. એનું બિલ પણ તેની પત્નીએ ભર્યું હતું. બાબાસાહેબ આંબેડકરની વાતો કોંગ્રેસ કરે છે પણ પહેલા દલિત રાષ્ટ્રપતિ ભાજપે આપ્યા છે. એના સિવાય આંબેડકરનું સ્મારક છે ભાજપે બનાવ્યું છે એટલે કોંગ્રેસ માત્ર આંબેડકરની વાતો કરે છે, બાકી કોંગ્રેસે બીજું કંઈ નથી કર્યું.
- Advertisement -
ઉદય કાનગડનું નામ ચર્ચામાં
લાંબા સમયથી અટવાયેલી નવા પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ થઇ જાય એવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. હાલ સૌરાષ્ટ્રના કોઇ નેતાને પ્રદેશ પ્રમુખની કમાન સોપવામાં આવે એવી સંભાવનાઓ છે. સૂત્રો જણાવે છે કે સામાન્ય સંજોગોમાં પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે સિટિંગ સાંસદ કે ધારાસભ્ય પૈકી કોઇ નેતાને પસંદ કરવામાં આવે છે, જોકે ગુજરાતમાં આ શિરસ્તો પાળવો જ એવું જરૂરી નથી, તેથી પાર્ટી હાઇકમાન્ડ આશ્ર્ચર્ય સર્જી શકે છે. પ્રદેશ પ્રમુખ પદ માટે મયંક નાયક, જગદીશ વિશ્ર્વકર્મા, વિજય રૂપાણી, અર્જુનસિંહ ચૌહાણ, કિરીટસિંહ રાણા અને ઉદય કાનગડના નામો ચર્ચામાં છે.
મંત્રીમંડળના વિસ્તરણ અને પ્રદેશ પ્રમુખના નામની ચર્ચા
બેઠકનો વિષય ડોક્ટર ભીમરામ આંબેડકર સન્માન અભિયાન રાખવામાં આવ્યો છે, પરંતુ આપણે જાણીએ છીએ એમ છેલ્લા કેટલાક સમયથી મંત્રીમંડળના વિસ્તરણ અને પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતની અટકળો ચાલી રહી છે, એટલે એ મુદ્દે પણ આ બેઠકમાં વાતચીત થાય એવું સંભવ છે બેઠક શરૂ થઈ ગઈ છે. જોકે આ બેઠકમાં કેટલાક ધારાસભ્યો ગેરહાજર પણ છે.
વન નેશન વન ઇલેક્શન અને વકફ બિલ અંગે જાગૃતિ લાવવા લોકો જશે
આ બેઠકમાં UCC, વન નેશન, વન ઇલેક્શન, વક્ફ બિલ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. આ મુદ્દાઓ લઈને જાગૃતિ લાવવા માટે ભાજપના લોકો વચ્ચે જઈ પોતાની વાત મુકશે. આ ઉપરાંત આંબેડકર સન્માન અભિયાન અંતર્ગત 14 થી 24 એપ્રિલ દરમિયાન યોજાશે. જેમાં ભાજપના લોકો આંબેડકરની વાતો લોકો સુધી પહોંચાડશે. આ મુદ્દે કાર્યક્રમની સૂચનાઓ, પ્રશિક્ષણ અને કાર્યક્રમ અંગેની ચર્ચાઓ કરવા માટે મહત્વની બેઠક એ ભાજપ કાર્યાલય ખાતે ચાલી રહી છે તે સાંજ 6:00 વાગ્યા સુધી ચાલે તેવી સંભાવના છે.