કરોડો ડોલરની યાટ્સ, બંગલો, પ્રાઈવેટ જેટ, લક્ઝુરીયસ કારનો કાફલો અને તમે ઈચ્છો તે બધુ જ હોવા છતાં અમુક ‘લેડીસ’ અને ‘જેન્ટલમેન’ પાસે આ બધુ લાંબો સમય ટકતું નથી. અબજોની કિંમતોની સંપતિ પણ કયારેય ખોટા નિર્ણયો અને ક્યારેક કમનસીબે આ બધુ જ એક ઝાટકે હાથમાંથી જતું રહે છે. આ આર્ટિકલમાં અમે એવાં જ કેટલાંક ઉદ્યોગપતિઓ વિશે વાત કરીશું કે જે જોતા જોતમાં કરોડોપતિમાંથી રોડપતિ બની ગયા હોય.
NO.10 પેટ્રિશિયા ક્લુગે
- Advertisement -
પેટ્રિશિયા ક્લુગે પોતાની હાઈફાઈ લાઈફ સ્ટાઈલ માટે હંમેશા ચર્ચામાં રહેતી, જો કે 2008માં રિયલ એસ્ટેટમાં આવેલી મંદીને પગલે તેણે ટૂંકા ગાળામાં અબજોની મિલ્કત ગુમાવી દીધી. 1981માં પેટ્રિશિયાએ 5 બિલિયન ડોલરની સંપતિ ધરાવતાં અને ફોર્બ્સમાં યુએસના સૌથી ધનિક જ્હોન ડબલ્યુ. ક્લુગે સાથે લગ્ન કર્યા હતાં. લગ્નના 9 વર્ષ પછી બંનેએ ડિવોર્સ લઈ લીધા હતા. આ સમયે પેટ્રિશિયાને વાર્ષિક 1 મિલિયન ડોલર ઉપરાંત આલ્બેમાર્લે એસ્ટેટ ‘ભરણ પોષણ’ની રકમ પેટે મળ્યા હતા. આ મિલકતનો ઉપયોગ તેણે વાઈનરી અને વાઈનરી યાર્ડમાં શરૂ કરવા માટે કર્યોં. જો કે એસ્ટેટમાં આવેલી મંદીને પગલે પેટ્રિશિયાએ આ બધુ જ ગુમાવી દીધું. તેણે નાદારી જાહેર કરતાં બેન્ક દ્વારા તેની મિલકત જપ્ત કરી લેવામાં આવી અનેપછી વર્ષ 2011માં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ મિલકત પાણીના ભાવે ખરિદવામાં આવી હતી.
NO 09: હુઆંગ વેનજી
હુઆંગ વેનજી ચાઇના જિચેંગ હોલ્ડિંગ્સના ચેરમેન છે, જે હોંગકોંગ સ્થિત છત્રી બનાવતી કંપની છે, જેનો 75% હિસ્સો તેમની અને તેમની પત્ની ચેન જીયુની માલિકીનો છે. તાજેતરના શેરબજારમાં થયેલા કડાકામાં તેમની કંપનીના શેરમાં માત્ર બે જ દિવસમાં લગભગ 91%નો ઘટાડો નોંધાયો, જેને લીધે તેમની સંપત્તિમાં 1.9 બિલિયન ડોલરનું ગાબડું પડ્યું હતું.
- Advertisement -
NO.08 : વિજય માલિયા
પોતાની લક્ઝુરીયસ લાઈફ સ્ટાઈલને કારણે અવારનવાર સમાચારમાં ચમકતાં રહેતાં વિજય માલિયાએ પોતાની એરલાઈન્સને ધિકતી રાખવા માટે બેન્ક પાસેથી કરોડો રૂપિયાની લોન લીધી હોવાની વાત વર્ષ 2012માં સામે આવી હતી. જયારે બેન્ક દ્વારા તેની પાસે લોનના હપ્તાની ઉઘરાણી શરૂ થઈ ત્યારે તે ભારતથી યુકે ભાગી ગયો. 9 હજાર કરોડ રૂપિયાના ધોખાધડી કેસમાં આ પણ તે અટવાયેલો છે.
NO 07: સીન ક્વિન
પોતાની તમામ મિલકત ગુમાવ્યા પહેલાં સીન ક્વિન એક સમયે આયર્લેન્ડનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ હતો. પ્લાસ્ટિક, ગ્લાસ અને હોટેલમાં રોકાણ વખતે સીન ક્વિનને સાથ આપનાર નસીબે આઇરિશ બેંકમાં રોકાણ વખતે સાથ છોડી દેતાં તેની તમામ 2.8 બિલિયન ડોલરની સંપત્તિ હાથમાંથી સરકી ગઈ હતી. નવેમ્બર 2011માં જ્યારે તેણે નાદારી નોંધાવી ત્યારે તેણે સંપત્તિ 50,000 પાઉન્ડ કરતાં પણ ઓછી હોવાનો દાવો કર્યો હતો.
NO 06: જોસેલીન વાઈલ્ડનસ્ટીન
દર મહિને માત્ર શોપિંગ પાછળ 1 મિલિયન ડોલર અને 5 હજારનું માસિક ફોન બિલ ભરવા માટે જાણીતી જોસેલીન વાઈલ્ડનસ્ટીન પણ નાદર જાહેર થઈ હતી. વર્ષ 2018માં નાદારી જાહેર કરતી વખતે તેણે પોતાના ખાતામાં 0 ડોલર હોવાનો તથા પોતે પરિવાર અને મિત્રોના આર્થિક સહયોગ પર નિર્ભર હોવાનો દાવો કરતાં ભારે ચકચાર મચી હતી. ડિવોર્સ સેટલમેન્ટમાં ગડબડ થયાનો તેણે આક્ષેપ લગાવ્યો હતો.
NO 05: બર્ની મૈડોફ
લોકો પાસેથી પોંઝી સ્કીમ દ્વારા 64.8 બિલિયન ડોલરની ધોખા ધડી કરનાર બર્ની મૈડોફને અદાલતે તેના કરતુતો બદલ 150 વર્ષની જેલની સજા ફટકારી હતી. હજારો લોકોની જિંદગી દોજખ કરનાર બર્નીએ એપ્રિલ 2021માં જેલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. ધોખાધડીના કેસમાં તેની 2008માં ધરપકડ થઈ હતી. તેણે 136 દેશોના અંદાજે 37,000 લોકો પોતાનો શિકાર બનાવ્યા હતા. તેણે હોલિવૂડના નિર્દેશક સ્ટીવન સ્પીલબર્ગ, ટીવી હોસ્ટ લૈરી કિંગ સહિત અનેટ જાણીતી હસ્તીઓને પણ પોતાની જાળમાં ફસાવ્યા હતાં.
N0: 04 એલિઝાબેથ હોમ્સ
એક સમયે 5 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવતી એલિઝાબેથ હોમ્સ સિલીકોન વેલીનો ઉભરતો સિતારો હતી. તેની બ્લડ ટેસ્ટિંગ કંપની થેરાનોસની માર્કેટ વેલ્યુ 9 બિલિયન ડોલર હતી. જો કે થોડા સમય પછી ઘટસ્ફોટ થયો કે તેની કંપની દ્વારા કરવામાં આવતાં બ્લડ ટેસ્ટના રિપોર્ટ યોગ્ય ન હતાં, તેમાં ભારે ઉણપ હોવાનું સામે આવતાં જૂન 2018માં તેની સામે ધોખાધડીનો કેસ કરવામાં આવ્યો. હાલ તેની નેટ વર્થ ઝીરો ડોલર છે.
NO : 03 બજોરગોલ્ફર ગડમુન્ડસન
બજોરગોલ્ફર ગડમુન્ડસન એક સમયે આઇસલેન્ડના બીજા નંબરના સૌથી ધનાઢ્ય વ્યક્તિ હતા. તેઓ આઇસલેન્ડિક બેન્ક લેન્ડસબેન્કીમાં મુખ્ય હિસ્સેદાર પણ હતા. ઓક્ટોબર 2008માં બેન્ક ફડચામાં આવતાં જયારે ગગમુન્ડસને નાદારી જાહેર કરી ત્યારે ફોબ્ર્સે ગડમન્ડસનની નેટવર્થ 1.2 બિલિયન ડોલરથી ગગડીને ઝીરો ડોલર થઈ ગયાનું જાહેર કરતાં ચકચાર મચી જવા પામી હતી.
NO 02: એઈક બેટિસ્ટા
બ્રાઝિલના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એઈક બેટિસ્ટાની નેટ વર્થ એક સમયે 30 ડોલર બિલિયન હતી. બ્રાઝિલની યુવા પેઢી તેને પ્રેરણારૂપ માનતી હતી. જો કે વર્ષ 2013માં તેની ઓઈલ કંપની ઓજીએક્સે નાદારી નોંધાવતા તેની મહત્તમ સંપત્તિ ધોવાઈ ગઈ. જે પછી જુલાઈ 2018માં પૂર્વ રિયો ડીને લાંચ આપવા બદલ 30 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
N0 01 સ્ટેનફોર્ડ
યુએસ ઈતિહાસમાં બીજી સૌથી મોટી પોન્ઝી સ્કીમ ચલાવવા બદલ એલન સ્ટેનફોર્ડને 110 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તે હાલ ફેડરલ જેલમાં સજા ભોગવી રહ્યો છે. આ યોજનામાં રોકાણકારોએ કુલ 7 બિલિયન ડોલર ગુમાવ્યા. હજુ પણ સ્ટેનફોર્ડની સ્કિમમાં રોકાણ કરનાર અનેકને તેમની ગુમાવેલી રકમ પરત મળી નથી. એક અંદાજ પ્રમાણે 18,000 લોકોએ તેની સ્કિમમાં પૈસા રોક્યા હતા.