સુરત મહાનગરપાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં કોવીડ પોઝિટિવ રિપોર્ટનો વેપલો થતો હતો. મેડિકલ ઓફિસર જ આ વેપલો કરતો હતો. પરંતુ તે હવે એન્ટી કરપ્શન બ્યુરોના હાથે પકડાઇ ગયો છે. તે રિપોર્ટ પણ છડેચોક હોસ્પિટલની બહાર જ આપતો હતો.
એન્ટી કરપ્શન બ્યૂરોના જણાવ્યા અનુસાર એક વ્યક્તિને રેપિડ એન્ટીજન ટેસ્ટના પોઝિટીવ રિપોર્ટની જરૂર હતી.તેણે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને રીસર્ચ એટલે કે સ્મીમેરના મેડિકલ ઓફિસર દીપક વિનોદ ગઢિયાનો સંપર્ક કર્યો.ભાવ-તાલ કર્યા પછી તે રૂ. 6000માં વેચવા તૈયાર થઇ ગયો.આ માટે તેણે આધારકાર્ડની નકલ વોટ્સેપ પર માગી અને રૂ. 2500 પણ આપી દીધા. બાકીના રૂપિયા રિપોર્ટ આવે એટલે આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ પછીથી રિપોર્ટ લેનાર ભાઇને તેની જરૂર ન હતી એટલે તેણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો. એસીબીએ તેને પકડવામાં માટે છટકું ગોઠવ્યું. દીપકે સહરા દરવાજા પર આવેલા સ્મીમેર હોસ્પિટલની ગેટ પર જ રિપોર્ટ લેવા બોલાવ્યો હતો. બુધવારે તે રિપોર્ટ લેવા માટે ગયો. એસીબીની ટીમ સાથે જ હતી. જેમ જે દીપકે રૂ. 2500 બાકી હતા તે હાથમાં લીધા કે તરત જ તેને રંગેહાથ ઝડપી લીધો. તેને હાલ એસીબીના સકંજામાં છે.જો કે, આ ઘટનાથી એક વાત નક્કી છે કે કેટલાક લોકો કોવિડ પોઝિટીવ રિપોર્ટનો ગેરઉપયોગ પણ કરી રહ્યા છે. પછી તે નોકરીમાંથી રજા લેવાનું બહાનું હોય કે પછી સરકારી કે પોલીસ કાર્યવાહીથી બચવા માટે હોય.આ કાર્યવાહીમાં ટ્રેપીંગ
- Advertisement -
અધિકારીતરીકેએન.કે.કામળીયા, પો.ઇન્સ., નવસારી એ.સી.બી. પો.સ્ટે ઉપરાંત કે.જે.ચૌધરી, પો.ઇન્સ. નવસારી એ.સી.બી.પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ હતો. ટ્રેપની ગોઠવણ સુપર વિઝન અધિકારી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરતના માર્ગદર્શનમાં કરવામાં આવી હતી.