સજામાફીનો હુકમ રદ થયા બાદ 40 દિવસથી જૂનાગઢ જેલમાં ભોગવે છે જેલવાસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગોંડલમાં પોપટ લાખા સોરઠીયા હત્યા કેસમાં સજામાફીનો હુકમ રદ થયા બાદ 40 દિવસથી જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજાને રાજકોટ સિવિલમાં લઈ આવવામાં આવ્યા હતા. તેમને હ્રદય સંબંધિત તકલીફ હોવાથી મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમને ફરી જુનાગઢ જેલમાં લઈ જવાયા હતા.1988ના પોપટ લાખા સોરઠિયા હત્યાકેસમાં ગોંડલ સેશન્સ કોર્ટે 1994માં અનિરુદ્ધસિંહને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યો હતો. ત્યાર બાદ સરકારે ઝઅઉઅ એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. સુપ્રીમ કોર્ટે 10 જુલાઈ 1997ના રોજ અનિરુદ્ધસિંહને આજીવન કેદની સજા ફટકારી હતી, જોકે ત્યાર બાદ 3 વર્ષે પોલીસ તેને પકડી શકી એટલે કે 2000માં જેલમાં મોકલી દીધો. અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રએ 29 જાન્યુઆરી 2018ના રોજ તત્કાલીન જેલ આઈજી ટી.એસ બિષ્ટને પત્ર લખીને માફી પર મુક્ત કરવાની વિનંતી કરી હતી. આ પત્રને ધ્યાનમાં લઈને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
એ સમયે અનિરુદ્ધસિંહ જાડેજાએ 18 વર્ષની સજા ભોગવી હતી. આમ, અનિરુદ્ધસિંહ જાડેજાને વર્ષ 2018માં સજામાફી આપીને મુક્ત કરવામાં આવ્યો હતો. અનિરુદ્ધસિંહ જાડેજાની આ સજામાફીને રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠિયાએ અરજી કરી હતી તે ગ્રાહ્ય રાખી હતી જેની સામે સુપ્રીમ કોર્ટમાં જતા સુપ્રીમ કોર્ટે પણ સજામાફીનો હુકમ કાયમ રાખ્યો હતો અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને પોપટ સોરઠિયા હત્યા કેસમાં ગત 18 સપ્ટેમ્બરના રોજ સરેન્ડર કરવા સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો હતો અનિરૂધ્ધસિંહ ગોંડલ કોર્ટમાં સરન્ડર થતા જૂનાગઢ જેલહવાલે કરવામાં આવ્યા હતા આજે હૃદય સંબંધી તકલીફ ઉભી થતા જૂનાગઢ પોલીસ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવી હતી અને અહીં તબીબી પરીક્ષણ કરવામાં આવ્યા બાદ ફરી જૂનાગઢ જેલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.



