વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ
ખાસ-ખબર સંવાદદાતા
એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેને સાઉદી આરબનો જણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં મક્કાના ફેમસ ક્લોક ટાવર પર વીજળી પડતી નજર આવી રહી છે. વીજળી સીધી ક્લોક ટાવરને સ્પર્શ કરતી નજર આવી રહી છે. આ ઘટનાને લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી છે.વીજળી સીધી મક્કાના ક્લોક ટાવરને સ્પર્શે છે અને આવું બે-ત્રણ વખત થાય છે. આ આખું દ્રશ્ર્ય ખૂબ જ ડરામણું લાગે છે. ઘણા લોકોએ તેને પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધો હતો. જોકે, આ પહેલી ઘટના નથી જ્યારે મક્કા ક્લોક ટાવર પર વીજળી પડતી નજર આવી હોય. આ અગાઉ પણ ઓગષ્ટ 2022માં આવો જ એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં પણ રાતના અંધારામાં વીજળી પડી રહી છે.