રાજકોટ- પશુ અને મરઘામાં જોવા મળતા ઇતરડીના નિયંત્રણ માટે ડેલ્ટામેથ્રીન અથવા એમીટ્રાઝ ૨ મિ.લિ. એક લિટર પાણીમાં નાખીને છાંટવી. વિટામીન એ તથા ડી પુરકો આપવા. કરમિયાની દવા, ટી.બી. તથા જે.ડીના રોગની પરખ કરાવવી. વરસાદના સમયે પશુઓને સુરક્ષીત જગ્યાએ રાખવા. ચોમાસા દરમ્યાન જાનવરોને રહેઠાણની જગ્યાની વ્યવસ્થિત સફાઈ તેમજ માખીઓના ઉપદ્રવથી બચવા ફિનાઈલ છાંટવું. દુધાળા પ્રાણીઓને નિયમિત ૧ કિલ્લો ફીડ + ૫૦ ગ્રામ ખનીજ તત્વોનું મિશ્રણ પ્રતિ ૨ લીટર દુધની ઊપજના પ્રમાણમાં આપવું. તેમજ લીલું ઘાસ + સૂકું ઘાસ + ખનીજ તત્વો ખોરાકમાં આપવા તથા ખુલ્લામાં રાખેલ ઘાસસારો વરસાદથી બગડે નહિ તે માટે જરૂરી પગલા ભરવા.
પશુ / મરઘામાં ઈતરડીના નિયંત્રણ માટેના ઉપાયો
You Might Also Like
Follow US
Find US on Social Medias