MCX ભારતનું સૌથી મોટું કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ છે
એક્સચેન્જે ટેક્નિકલ ખામીનું ચોક્કસ કારણ જાહેર કર્યું નથી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.28
- Advertisement -
દેશભરમાં ખઈડની સાઈટ સવારથી બંધ થતાં કોમોડિટી માર્કેટમાં ટ્રેડિંગ કરતા રોકાણકારો માટે ટ્રેડિંગ ખોરવાઈ ગયું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (ખઈડ) એ ટેકનિકલ ખામીને કારણે ટ્રેડિંગ શરૂ કરવામાં વિલંબ કર્યો. સામાન્ય રીતે સવારે 09:00 વાગ્યે ખુલતું બજાર સમયપત્રક મુજબ ખુલ્યું ન હતું.
શરૂઆતમાં, એક્સચેન્જે ટ્રેડિંગ શરૂ થવાનો સમય સવારે 9.30 વાગ્યા સુધી લંબાવ્યો હતો ત્યારે હજુ સુધી વેબસાઇટ શરૂ ન થતાં ગોલ્ડ,સિલ્વર ક્રૂડ ઓઇલ સહિતના વેપાર, ધંધા ઠપ્પ થયા હતા. ખઈડ વેબસાઇટ પર પોસ્ટ કરાયેલા એક સંદેશમાં જણાવાયું છે કે, સવારે 9:45 વાગ્યે અપડેટ – સભ્યોને નોંધ લેવા વિનંતી છે કે ટેકનિકલ ખામીને કારણે, ટ્રેડિંગ સવારે 10:00 વાગ્યે શરૂ થશે. ટ્રેડિંગ ઉછ (ડિઝાસ્ટર રિકવરી) સાઇટ પરથી કરવામાં આવશે. અસુવિધા બદલ અમે દિલગીર છીએ. એક્સચેન્જે ટેક્નિકલ ખામીનું ચોક્કસ કારણ જાહેર કર્યું નથી. નિવેદન અનુસાર, ખઈડ એ પણ પુષ્ટિ આપી છે કે ડિઝાસ્ટર રિકવરી સાઇટ પરથી ટ્રેડિંગ ફરી શરૂ થશે. નોંધનીય છે કે, ખઈડ ભારતનું સૌથી મોટું કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ છે, જે મૂલ્ય દ્વારા લગભગ 98% બજાર હિસ્સો ધરાવે છે. તે સોનું, ચાંદી, ક્રૂડ ઓઇલ, બેઝ મેટલ્સ અને કૃષિ કોમોડિટીઝ સહિત વિવિધ કોમોડિટી કોન્ટ્રાક્ટમાં ટ્રેડિંગ ઓફર કરે છે.
જુલાઈ 2025માં પણ સમસ્યા આવી હતી
આ પહેલી વાર નથી જ્યારે ખઈડ ને આવી ટેકનિકલ ખામીનો સામનો કરવો પડ્યો હોય. જુલાઈ 2025માં, એક્સચેન્જને આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો જ્યારે ટ્રેડિંગ સવારે 10:15 વાગ્યે શરૂ થયું હતું – સામાન્ય સમય કરતાં એક કલાક કરતાં વધુ મોડું. 23 જુલાઈએ પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી. શરૂઆતમાં તે દિવસે ટ્રેડિંગ સવારે 9:45 વાગ્યે શરૂ થવાની ધારણા હતી, પરંતુ પછીથી સમય બદલીને 10:10 વાગ્યે કરવામાં આવ્યો. જોકે, ટેકનિકલ પ્રક્રિયાઓ પૂર્ણ ન થવા અને ફાઇલ શેરિંગ સમસ્યાઓને કારણે એક્સચેન્જ સમયસર ખુલી શક્યું ન હતું. બધી ટેકનિકલ સમસ્યાઓ ઉકેલાયા પછી આખરે સવારે 10:15 વાગ્યે ટ્રેડિંગ ફરી શરૂ થયું. એકંદરે, વારંવાર થતી ટેકનિકલ ખામીઓએ ખઈડ ની સિસ્ટમની વિશ્વસનીયતા પર પ્રશ્ર્નો ઉભા કર્યા છે, ખાસ કરીને કારણ કે તે દેશના લગભગ સમગ્ર કોમોડિટી બજારને નિયંત્રિત કરે છે.



