ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
તા. 7-09-2024, શનિવારે ગણેશ ચતુર્થીના શુભ દિવસે સાંજે 7 કલાકે મયુરઘ્વજસિંહ એમ. જાડેજા (પડાણા) મેનેજીંગ ડાઈરેક્ટર ઉંખઉં ગ્રુપ (રાજકોટના ભામાશા)નો સત્કાર સમારંભ ચમત્કારીક હનુમાનજી મંદિર, એ.જી.ચોક, કાલાવડ રોડ રાજકોટ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત મહેમાનો તથા ભક્તજનોની હાજરીમા ઉજવવામાં આવ્યો હતો અને ગણેશ દાદાનું ઉદ્ઘાટન તથા પ્રથમ આરતી મયુરસિંહ દ્વારા ઉતારવામાં આવી હતી. તેઓ ચમત્કારીક હનુમાનજી મંદિર જીરણોધારના દાતા, હરભમજિરાજ ગરાસિયા બોર્ડિંગના સવા કરોડના મુખ્યદાતા, દર વર્ષે સર્વ જ્ઞાતિની 101 દીકરીઓના સમૂહ લગ્ન અને કરિયાવર આપે છે, જાણીતા બિલ્ડર છે અને હેડલાઈન ન્યૂઝ પેપરના માલિક છે,
આ પ્રસંગે મુખ્ય કમિટી દ્વારા હનુમાનજીનો ફોટો તથા સાલ ઓઢાડવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાનો પી. બી. જાડેજા નિવૃત સિનિયર ઓડિટ ઓફિસર, ડી ટી વાઘેલા-નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટર, આર એફ ગોહિલ -નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટર, બલભદ્રસિંહ ચુડાસમા (દેવચડી) એડવોકેટ, નીરૂભા વાઘેલા – કોર્પોરેટર, ધર્મેન્દ્રભાઈ ભગત – ઇઉંઙ અગ્રણી, જીગરસિંહ જાડેજા સૌરાષ્ટ્રના ખ્યાતનામ ન્યૂરો સર્જન, હરભમજીભાઈ જાડેજા-મોટા મવા, પી જે રાણા ગેડી, ભારતસિંહ ઝાલા-રતનપર, ભરતસિંહ ઝાલા-અડવાળ, ગિરિરાજસિંહ રાઠોડ (છારા) કાર્યકરી પ્રમુખ, માયાબા જાડેજા-પ્રમુખ રુદ્ર શક્તિ મહિલા મંડળ, નયનાબા જાડેજા ઉપપ્રમુખ, બળદેવસિંહ ચુડાસમા નિવૃત બેન્ક અધીકારી, આર ડી જાડેજા-વચલી ઘોડી, ગજુભા જેઠવા-નિવૃત બેન્ક અધિકારી, શક્તિસિંહ જાડેજા-ખીલોસ, બી ટી જાડેજા-હડમતીયા જંક્સન, રાજભા વાઘેલા, અશોકસિંહ જાડેજા, વિનુભાઈ પરમાર-ઇઉંઙ અગ્રણી, સુરેશભાઈ પટેલ-પટેલ કોમ્પ્યુટર, હઠીસિંહ જાડેજા, ડી વી ગોહિલ, નરેન્દ્ર કતિરા-નિવૃત બેન્ક અધિકારી સહીત મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
કાર્યક્રમને સફળ બનાવવા માટે કમિટીના થાનકીબાપુ, આશિષભાઈ ગોહેલ, યોગેશભાઈ પોપટ, વિક્રમસિંહ પરમાર, જીતુભાઇ ચંદારાણા, ધર્મેન્દ્રસિંહ રાઠોડએ જી સોસાયટી, મયુરસિંહ જાડેજા-એ.જી.સોસાયટી, ગિરીબાપુ પૂજારી, વગેરે કમિટીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન દિલીપસિંહ જાડેજા-વેજાગામ દ્વારા કરવામાં આવ્યું હતું.
દર શનિવારે મંદિરે લગભગ 7 થી 8 હજાર ભક્તો દર્શને આવે છે અને દાદાના ચમત્કારથી માનતા પુરી કરે છે અને કમિટી દ્વારા ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે, ચમત્કારીક હનુમાનજી દાદાના દર્શને પધારવા માટે સહુને આવકારવામાં આવે છે.