તબીબ માતા-બિઝનેસમેન પિતાના પુત્રનું કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરવાનું સ્વપ્ન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
JEE Main એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષા છે, જે દર વર્ષે 2 સત્રોમાં સમગ્ર ભારતમાં લેવામાં આવે છે. આ પરીક્ષા NIT, IIT અને દેશની અન્ય પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં B.Tech અને BE ડિગ્રી માટે પ્રવેશ પૂરો પાડે છે. જેનું પરિણામ જાહેર થતાં રાજકોટ એલન ઇન્સ્ટિટયૂટનો વિદ્યાર્થી મયુર ત્રાંબડીયા 99.9920349 પર્સેન્ટાઇલ સાથે સૌરાષ્ટ્ર ટોપર બન્યો છે. તબીબ માતા-બિઝનેસમેન પિતાના પુત્રનું કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરવાનું સ્વપ્ન છે.
- Advertisement -
JEE મેઈન 2025 પરીક્ષાનું પરિણામ જાહેર થયેલું હતું. JEE મેઈન પરીક્ષામાં એલન રાજકોટે સતત 5માં વર્ષે સર્વોચ્ચ તથા અદ્વિતીય પરિણામ આપીને પોતાનું વર્ચસ્વ અને શ્રેષ્ઠતા જાળવી રાખી છે. એલન રાજકોટ સેન્ટર હેડ અમૃતાશ મુખર્જીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીના અમારા પરિણામો મુજબ એલન રાજકોટનો વિદ્યાર્થી મયુર ત્રામ્બડીયાએ 99.9920349 પર્સેન્ટાઇલ મેળવીને સૌરાષ્ટ્ર ટોપર બન્યો. અન્ય વિદ્યાર્થીઓ કે જેમાં યશ મેશીયા 99.9896466 પર્સેન્ટાઇલ સાથે સૌરાષ્ટ્રમાં બીજા ક્રમે, કહાન અટારા 99.9872502 પર્સેન્ટાઇલ સાથે ત્રીજા ક્રમે, અમોઘ ગજેરા 99.9793649 પર્સેન્ટાઇલ સાથે ચૌથા ક્રમે અને આર્યન અનારકટએ 99.9777776 પર્સેન્ટાઇલ સાથે પાંચમા ક્રમાંકે સ્થાન મેળવી નવો રેકોર્ડ સર્જ્યો છે. એલન રાજકોટના 13 વિદ્યાર્થીઓએ 99.90 પર્સેન્ટાઇલ અને તેથી વધુ અને 25 વિદ્યાર્થીઓએ 99 પર્સેન્ટાઇલ અને તેથી વધુ મેળવ્યા છે. જ્યારે 2 વિદ્યાર્થીઓએ ભૌતિકશાસ્ત્રમાં અને 1 વિદ્યાર્થીએ ગણિતમાં 100 પર્સેન્ટાઇલ મેળવ્યા.