નલ સે જલ” મિલ્કત વેરા પુરેપુરી ભરપાઈ ન કરી શકેલ લોકોને ઉચ્ચક રૂ.૨૦૦૦ સુધીનો મિલ્કત વેરો ભરે તો તેમને નળ કનેક્શન આપવાનો મેયર ડૉ.પ્રદિપ ડવનો ઉમદા અભિગમ
મેયર ડૉ.પ્રદિપ ડવ એક યાદીમાં જણાવે છે કે, શહેરીજન તરફથી નળ કનેક્શન મેળવવા માટે મિલ્કત વેરાની પુરેપુરી ભરાયેલ હોવી જોઈએ તો જ નળ કનેક્શન આપવામાં આવે છે. નવા ભળેલ વિસ્તાર તેમજ કોઠારીયા વાવડી વિસ્તારોમાં જે વિસ્તારોમાં ડી.આઈ. પાઈપ લાઇનના કામો પૂર્ણ થયેલ છે. પરતું સ્લમ વિસ્તારોમાં રહેતા લોકો મિલ્કત વેરો પૂરે પુરો ભરી નહિ શકવાના કારણે નલ સે જલ યોજનાનો લાભ લઇ શકતા નથી.
- Advertisement -
મેયર ડૉ.પ્રદિપ ડવએ આવા વિસ્તારના લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે અને સરકારની “નલ સે જલ” યોજના સાકાર થાય તે માટે મિલ્કત વેરામાં ઉચ્ચક રૂ.૨૦૦૦/- જેટલી રકમ ભરે તે તેઓને નળ કનેકશન આપવા રજુઆત કરવામાં આવેલ. જેના અનુસંધાને મ્યુનિસિપલ કમિશનર દ્વારા “નલ સે જલ” યોજના અંતર્ગત શહેરના તમામ સ્લમ વિસ્તારોમાં રહેણાંકના હેતુ માટે ઓછામાં ઓછા રૂ.૨૦૦૦/- ઉચ્ચક મિલ્કત વેરો તથા નળ કનેકશન ચાર્જની રકમ ભરે તેઓને નળ કનેકશન આપવાનો નિર્ણય કરેલ છે. આ યોજનાનો લાભ શહેરીજનો તા.૩૧/૧૨/૨૦૨૧ સુધી લઇ શકશે.
શહેરના જુદા જુદા સ્લમ વિસ્તારોમાં રહેતા લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે આ યોજનાનો લાભ લેવા મેયરએ આપીલ કરેલ છે.