ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર એન્ડ ઈમરજ્ન્સી વિભાગના ઉપયોગ માટે રૂ.3.44 કરોડના ખર્ચે ખરીદ કરવામાં આવેલ 4 મીની ફાયર ફાઈટર વાહનોનું ફાયર સ્ટેશન, નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક પાસે, કાલાવડ રોડ ખાતે લોકાર્પણ(ફ્લેગ ઑફ) મેયર નયનાબેન પેઢડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ફાયર એન્ડ ઈમરજ્ન્સી વિભાગ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ હેઠળ 3.44 કરોડના ખર્ચે 4 નંગ મીની ફાયર ફાયટર ખરીદ કરવામાં આવેલ છે. આ મીની ફાયર ફાયટરમાં 100 એચ પી એન્જીન ધરાવતી ટાટા કંપનીની ચેસીસ જજ304 ની 2000 લી. ની ટેન્ક, હાઇ પ્રેશર પંપ, હોઝરીલ, 7.5 મી. લેડર, હાઇડ્રોલીક કોમ્બીકટુલ તથા જરૂરી એસેસરીઝનો સમાવેશ કરવામાં આવેલ છે. આ મીની ફાયર કોમ્પેકટર (મીની) પ્રકારનું હોય સાંકળી શેરી તથા ટ્રાફીક વાળા વિસ્તારમાં લાગેલી આગ બુજાવવા માટે મીની ફાયર ફાયટરનો ઉપયોગ વિશેષ રૂપે કરી શકાશે.