રાજકોટ પોલીસ કમિશનરને કરેલી અરજીમાં અરજદાર એસ.એમ.બી. મેટલ્સનાં અશ્ર્વિન મહેતાનો આરોપ
મયંક બાબિયાએ 62 લાખ ચૂકવી દીધાં, 14 લાખ ચૂકવવામાં આનાકાની
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં સ્ક્રેપના ધંધા સાથે સંકળાયેલા એસ.એમ.વી. મેટલ્સના શ્રીપાલ મહેતા અને અશ્ર્વિન મહેતાએ તેમનો માલ બારોબાર વેંચી નાખવા મામલે અમૃત ટેકનોકાસ્ટના મયંક બાબિયા વિરુદ્ધ આજીડેમ પોલીસ સ્ટેશન બાદ રાજકોટ શહેર પોલીસને અરજી કરી છે. બનાવની વિગત મુજબ અમૃત ટેકનોકાસ્ટના મયંક બાબિયાએ ઈવે બીલ અને ટ્રાન્સપોર્ટ રસીદથી સ્ક્રેપનો માલ બેંગ્લોરથી તા. 9/11/2022, 10/11/2022ના રોજ રાજકોટ મોકલ્યો હતો. જે માલ અહીં રાજકોટ આવ્યો ત્યારે બુધવાર હોવાથી ઉદ્યોગોમાં રજાનો દિવસ હોય એસ.એમ.વી. મેટલ્સના શ્રીપાલ મહેતા અને અશ્ર્વિન મહેતા ગોડાઉન પર હાજર ન હતા. આ સ્ક્રેપના માલની કિંમત આશરે 67 લાખ ઉપર હતી. ઉપરાંત તેનું ટ્રાન્સપોર્ટ ભાડું 4 લાખ ઉપર હતું. આમ કુલ 72 લાખ જેટલી રકમ એસ.એમ.વી. મેટલ્સના શ્રીપાલ મહેતા અને અશ્ર્વિન મહેતાએ અમૃત ટેકનોકાસ્ટના મયંક બાબિયાને ચૂકવી દીધી હતી છતાં મયંક બાબિયાએ તેમનો બેંગ્લોરથી રાજકોટ આવેલો માલ જાણ બહાર બારોબાર વેંચી નાખ્યો હતો. એટલું જ નહીં, એસ.એમ.વી. મેટલ્સના શ્રીપાલ મહેતા અને અશ્ર્વિન મહેતાએ અમૃત ટેકનોકાસ્ટના મયંક બાબિયાએ જવાબ આપવાના બંધ કરી દીધા હતા.
આ ઘટના બાદ અંતે તા. 21/12/2022ના રોજ એસ.એમ.વી. મેટલ્સના શ્રીપાલ મહેતા અને અશ્ર્વિન મહેતાએ અમૃત ટેકનોકાસ્ટના મયંક બાબિયા વિરુદ્ધ આજીડેમ પોલીસ સ્ટેશનમાં તમામ આધાર પુરાવા સાથેની અરજી કરી હતી જ્યાં મયંક બાબિયા અને ભદ્રાયું બાબિયાએ સ્ક્રેપનો માલ બારોબારો વેંચી નાખ્યાંની કબૂલાત કરી હતી અને આ સ્ક્રેપના માલની કિંમતની પૂરેપૂરી રકમ ઉપરાંત ટ્રાન્સપોર્ટ ખર્ચની રકમ તા. 16/12/2022 સુધીમાં ચૂકવી દેશે તેવી બાહેંધરી આપી હતી. આ રકમ માલ અને ટ્રાન્સપોર્ટ ખર્ચ સહિત કુલ મળી 76 લાખ જેટલી થતી હતી જેમાંથી અમૃત ટેકનોકાસ્ટના મયંક બાબિયાએ એસ.એમ.વી. મેટલ્સના અશ્ર્વિન મહેતાને 62 લાખ જેટલી જ રકમ ચૂકવી છે. હજુ 10 લાખ રૂપિયાના માલ અને 4 લાખ જેટલા ટ્રાન્સપોર્ટ ખર્ચ એમ કુલ મળી 14 લાખ રૂપિયા જેટલી રકમ અમૃત ટેકનોકાસ્ટના મયંક બાબિયાએ એસ.એમ.વી. મેટલ્સના અશ્ર્વિન મહેતાને દેવાની બાકી છે. હવે મયંક બાબિયા અને ભદ્રાયુ બાબિયા બાકી રહેતી રકમ આપવાની આનાકાની કરતા હોય એસ.એમ.વી. મેટલ્સના શ્રીપાલ મહેતા અને અશ્ર્વિન મહેતાએ તેમનો માલ બારોબાર વેંચી નાખવા મામલે અમૃત ટેકનોકાસ્ટના મયંક બાબિયા વિરુદ્ધ કડક પગલાં ભરવા રાજકોટ પોલીસ કમિશનરમાં અરજી કરી છે.
મયંક બાબિયા ભૂતકાળમાં પણ ગેરરીતિઓ કરી ચૂક્યા છે
ફરિયાદીના જણાવ્યા અનુસાર અમૃત ટેકનોકાસ્ટના મયંક બાબિયા ભૂતકાળમાં પણ અનેક ગેરરીતિમાં સંડોવાયેલા છે. ભંગારનો માલ બારોબાર વેંચી દેવા મામલે જ નહીં, આ સિવાય બીજી કેટલીક ગેરકાનૂની કામગીરીમાં પણ તેમનો હાથ છે, તેમની પર પોલીસ સ્ટેશનમાં અરજીઓ પણ થયેલી છે. સામાન્ય વેપારીઓ સાથે છેતરપિંડી આચરનારા અમૃત ટેકનોકાસ્ટના મયંક બાબિયા વિરુદ્ધ કકડ કાર્યવાહી અનિવાર્ય છે.


