બગદાણા ચકચારી પ્રકરણમાં વધુ 6 આરોપીના જામીન મંજૂર કરતી કોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
- Advertisement -
બગદાણા ચકચારી પ્રકરણમાં જયરાજ આહીર સહિત 6 આરોપીના આજે (7 ફેબ્રુઆરી) મહુવા કોર્ટે જામીન મંજૂર કર્યા છે. જયરાજ આહીરના વકીલ ગુણવંત આહીરે એક મીડિયા સાથેની ટેલિફોનિક વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું કે, આજરોજ મહુવા કોર્ટે જયરાજ આહીર સહિત 6 શખસની શરતી જામીન અરજી મંજુર કરી છે. સાંજ સુધીમાં જયરાજ જેલમાંથી મુક્ત થઈ શકે છે. નવનીત બાલધિયા પર હુમલો કરવના કેસમાં જયરાજ આહીર, નાજુ કામળીયા, કાના ભીખાભાઇ કામળિયા, સંજય બેચરભાઈ ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયાની ગઈકાલે મહુવા કોર્ટમાં તેના વકીલ મારફત જેલમુક્ત થવા જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બન્ને પક્ષોના વકીલો દ્વારા લાંબી દલીલો કરવામાં આવી હતી. જેમાં આજે કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા છે.
2 ફેબ્રુઆરીએ મહુવા કોર્ટે 8 આરોપીના જામીન મંજૂર કર્યા હતાં
ઉત્તમ બાંભણીયા
- Advertisement -
રાજુ દેવાયત ભમ્મર
આતું ભમ્મર
વિરેન્દ્ર પરમાર
સતીષ વનાળીયા
ભાવેશ શેલાણા
પંકજ મેર
વીરુ શેરડા
ત્રણ દિવસ પહેલાં નવનીત બાલધિયાએ જયરાજ સહિતના આરોપીને ટટઈંઙ સુવિધા મળતી હોવાનો આક્ષેપ કર્યો હતો
ત્રણ દિવસ પહેલાં એટકે કે, 4 ફેબ્રુઆરીના રોજ બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયાએ આક્ષેપ કર્યો હતો કે, જયરાજ માયાભાઈ ભમ્મરને ભાવનગર જેલ પ્રશાસન દ્વારા નિયમો વિરુદ્ધ ટટઈંઙ સુવિધા આપવામાં આવે છે. કાયદો બધા માટે સમાન હોવો જોઈએ, જેલ એ સજા ભોગવવાનું સ્થળ છે, સુવિધાઓ માણવાનું નહીં. જેલના નિયમ મુજબ જે ખોરાક બહારથી ન મળી શકે તે આ આરોપીઓ માટે ખાસ વ્યવસ્થા દ્વારા પહોંચાડવામાં આવે છે. સૌથી ચોંકાવનારો આક્ષેપ એ કર્યો હતો કે, સાંજે 6 વાગ્યા પછી પણ આરોપીઓ માટે ભોજનની વ્યવસ્થા થાય છે અને અમુક કેસોમાં આરોપીઓને રાત્રે 8 વાગ્યા સુધી જેલની બહાર અવરજવર કરવાની છૂટ આપવામાં આવી છે. નવનીત બાલધિયાએ ઉચ્ચ કક્ષાએ પોતાની માગ સાથે રજૂઆત કરતા જણાવ્યું કે, જો જેલના ઈઈઝટ ફૂટેજની તટસ્થ તપાસ કરવામાં આવે તો આ સમગ્ર કૌભાંડ અને જેલ અધિકારીઓની સંડોવણી બહાર આવી શકે તેમ છે. ડીજીપી જેલ વિભાગ ગુજરાત તથા ડીઆઈજી જેલ વિભાગ ભાવનગર રેન્જ તથા જેલ અધિક્ષક જિલ્લા જેલ ભાવનગરને પત્ર પાઠવી વિવિધ માંગણીઓની તપાસ કરવાની માગ કરી છે.



