ફલેશ…. ફલેશ…ના ધ્રાસ્કા સાથે 2ાજીવ ગાંધીની હત્યાના સમાચા2 ટેલિપ્રિન્ટ2 પ2 ઉતર્યા ત્યા2ે લગભગ અખબા2ોની ડાર્ક એડિશનનું કામ પુ2ું થઈ ગયું હતું અને મેઈન આઠ કોલમના મુખ્ય સમાચા2ની બ્રોમાઈટના પ્રુફ પણ ચેક થઈ ગયા હતા. સામાન્ય 2ીતે અખબા2ી કચે2ીમાં બે્રકીંગ ન્યૂઝના બહુ લાંબા આઘાત-પ્રત્યાઘાતો પડતાં નથી. એ માટેનો સમય પણ હોતો નથી. 21 મે, 1991ની એ 2ાતે પણ ચંદ મિનિટોના િ2-એકશન પછી હેડલાઈન બદલવાનું કામ આ2ંભાઈ ગયું હતું.
શાહનામા
– નરેશ શાહ
તામિલનાડુના શ્રીપે2ુમ્બુદૂ2માં યોજાયેલી ચૂંટણી સભામાં પહોંચેલા ભૂતપૂર્વ વડાપ્રધાન 2ાજીવ ગાંધીનું આત્મઘાતી બોંબ અટેકમાં મૃત્યુ થયું હતું, પણ એ દિવસે-સાંજે-2ાતે શું થયું હતું ? વ2સો પછી 2ાજીવ ગાંધી હત્યા કેસની સફળતાપૂર્વક તપાસ ક2ના2ા સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમના મુખિયા ડી.આ2. કાર્તિકેયન અને તેમના સાથીદા2 2ાધાવિનોદ 2ાજૂએ ખુદ લખેલાં ઈન્વેસ્ટીગેશનની દ2ત પ2 દ2ત ખોલતાં પુસ્તકમાંથી એ વિગતો મળે છે. એ લોક્સભા ઈલેકશનના દિવસો હતા. પ્રચા2 પૂ2જોશમાં ચાલી 2હ્યો હતો. એમ઼ જી. 2ામચંનને કા2ણે કોંગે્રસ છેલ્લાં પચ્ચીસ વ2સોથી તામિલનાડુમાં સત્તા ભોગી શકી નહોતી. આ વખતે કોંગે્રસે 2ામચંનના વા2સદા2 જયલલિતા સાથે ગઠબંધન ર્ક્યું હોવાથી સત્તા પ2 બેસવાના આસા2 નજીક દેખાતા હતા. તામિલનાડુ કોંગે્રસના પૂર્વ અધ્યક્ષ્ા વી. 2ામામૂર્તિને લાગતું હતું કે જીત સ2ળ છે એટલે પ્રચા2 માટે 2ાજીવ 2ત્ન ગાંધીએ તામિલનાડુમાં પ્રચા2 વાસ્તે આવવાની જરૂ2 નથી પણ…
- Advertisement -
ખુદ 2ાજીવ ગાંધીએ ચેન્નઈ (માસથી) પચાસ કિલોમીટ2ના અંત2ે આવેલાં શ્રીપે2ુમ્બુદૂ2 શહે2માં પ્રચા2 સભા ક2વાનું પસંદ ર્ક્યું હતું કા2ણ કે અહીંથી ચૂંટણી લડી 2હેલાં ઉમેદવા2 મ2ાગયમ ઈન્દિ2ા ગાંધીના નજીકના ગણાતા હતા. ચૂંટણી પ્રચા2ના આ છેલ્લાં દૌ2 માટે 20 મી મેની બપો2ે 2ાજીવ ગાંધીએ પોતાનો પ્રવાસ શરૂ ર્ક્યો. તેઓ ઓિ2સ્સા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટકની સભા ક2ીને 22મી મે એ દિલ્હી પાછા આવી જવાના હતા. તેમના માટે દિલ્હી ફલાઈંગ કલબનું કિંગ એ2 એ2ક્રાફટ ભાડે લેવામાં આવ્યું હતું. તેમની સાથે પ્રેસ પ્રચા2ક સુમન દૂબે, પર્સનલ સિક્યોિ2ટી ઓફિસ2 ઓ. પી. સાગ2, બુલ્ગેિ2યન પત્રકા2ો સહીતના લોકો હતા. ઓિ2સ્સા અને આંધ્રપ્રદેશની ચૂંટણી સભા પૂ2ી ક2ીને તેઓએ નાઈટ હોલ્ટ વિશાખાપટૃનમાં ર્ક્યો. 21મીની સાંજે વિશાખાપટૃનમથી વિમાનમાં ઉડીને તેઓ ચેન્નઈ એ2પોર્ટ પહોંચવાના હતા અને ત્યાંથી …
જો કે વિશાખાપટૃનમાં જ વિમાનના પાયલોટ કેપ્ટન ચંડોકને ખ્યાલ આવ્યો કે વિમાનની કોમ્યુનિકેશન સિસ્ટમ બ2ાબ2 કામ ક2તી નથી. એ માટેની કોશિશ થઈ. સ્વયં સ2કા2ી એ2લાઈન્સમાં કામ ક2ી ચૂકેલાં 2ાજીવ ગાંધીએ પણ મશીન ઠીક ક2વાની કોશિશ ક2ી પ2ંતુ કામિયાબી મળી નહીં. આખ2ે નક્કી થયું કે 2ાજીવ ગાંધી વિશાખાપટૃનમાં જ 2ાત્રિ 2ોકાણ ક2શે. 2ાજીવ ગાંધી એ2પોર્ટ પ2થી નીકળી ગયા પણ નિયતિએ કશુંક અલગ જ નિધાર્યું હતું. ટેકનિશ્યનોએ વિમાનની સિસ્ટમ ઠીક ક2ી આપી એટલે તાત્કાલિક 2ાજીવ ગાંધીને બોલાવવામાં આવ્યા. સાંજે સાડા છ વાગ્યે વિમાન 2ાજીવ ગાંધીને લઈને ચેન્નઈ એ2પોર્ટ જવા ઉપડી ગયું…
આ ત2ફ શ્રીપે2ુમ્બુદૂ2માં હકડેઠઠ જમા થયેલી મેદની વચ્ચે સ્ટેજ આસપાસ કેઓસ જેવું વાતાવ2ણ હતું. 2ાજીવ ગાંધી આવે ત્યા2ે તેમનું અભિવાદન ક2ના2ા અને ફૂલમાળા પહે2ાવના2ા સહીતનાની છટણી અને તપાસણી ચાલી હતી. ઈન્સ્પેકટ2 જન2લ આ2. કે. 2ાઘવન પણ હાજ2 હતા. જો કે 2ાજીવ ગાંધીની નજીક જવા માટે ભલામણો અને એ સૂચિમાં નામ ઉમે2વાની લિન્ક લગાડવાની પે2વીમાં સ્ટેજ અને સ્ટેજ સુધી લઈ જતી લાલ જાજમ પ2 સેંકડો લોકો ઉપસ્થિત હતા. લતા કાનન નામની નવી નવી કોંગે્રસી બનેલી મહિલાએ જેમતેમ ક2ીને તેની આઠ વ2સની દીક2ી કોકિલા 2ાજીવ ગાંધી સમક્ષ્ા કવિતા વાંચી શકે તેની મંજૂ2ી મેળવી લીધી હતી. સભાસ્થળ પ2 ત્રણસો સુ2ક્ષ્ાાકર્મીઓ હતા. પુ2ુષોને મેટલ ડિટેકટ2માંથી પસા2 ક2ાતા હતા અને સ્ત્રીઓ પ2 ધ્યાન 2ાખવા માટે મહિલા પોલીસ અધિકા2ી અનસુયા અને બે લેડી કોન્સ્ટેબલ હતી. તેઓ અઢળક મહિલાઓની તલાશી લઈ શકે એવી સ્થિતિ પણ નહોતી અને સુવિધા પણ નહોતી. તેમને મહિલાઓને ચેક ક2વા માટેનું મેટલ ડિટેકટ2 પણ અપાયું નહોતું.
- Advertisement -
સ્થિતિ લગભગ અનકંટ્રોલ્ડ હતી. ઈન્સ્પેકટ2 જન2લ 2ાઘવન નાખુશ લાગતા હતા કા2ણ કે તેઓ ઈચ્છતાં હતા કે આગેવાનો કાર્યક2ોને વીઆઈપી એિ2યા માંથી દૂ2 ક2ે અને આગેવાનો ચાહતા હતા કે આ કામ પોલીસ ક2ે… અલબત્ત, આ બધામાં નાનકડી કોકિલા અને તેની માતા લતા કાનન સૌથી વધુ ખુશ હતા. તેમની પાછળ જ લીલા અને ના2ંગી 2ંગના સલવા2 કમિઝ પહે2ેલી ચશ્મીશ યુવતી હાથમાં ચંદનની માળા લઈને ઉભી હતી.
તેનાથી દૂ2 ફોટોગ્રાફ2 હિ2બાબુ પણ હતા. અન્ય સ્ત્રીઓ પણ આ બન્નેની સાથે જોવા મળતી હતી. 2ાજીવ ગાંધીના આગમન સાથે સ્ટેજ પ2થી મોટા વોલ્યુમથી વાગતું મ્યુઝિક બંધ થઈ ગયું. મંચની થોડે દૂ2 બનેલી ઈન્દિ2ા ગાંધીની પ્રતિમાને ફૂલહા2 ક2ીને 2ાજીવ ગાંધી મંચ ત2ફ જવા માટે બિછાવેલી લાલ જામ પ2 આગળ વધ્યાં… આગળ વધતી વખતે લાકડાંની બે2ીકેટ પાછળ 2હેલાં ચાહકો સાથે 2ાજીવ ગાંધી હાથ મિલાવી 2હ્યા હતા. સ્થાનિક ઉમેદવા2 અને ઈન્દિ2ાજીના નિકટતમ ગણાતાં મ2ાગમયમ પણ ઝડપથી પગલાં ભ2ીને 2ાજીવ ગાંધી સાથે થઈ ગયા હતા. તેઓ પોતાના સમર્થકો સાથે 2ાજીવનો મેળાપ ક2ાવવા માંગતા હતા. પુ2ુષોનું અભિવાદન ઝીલીને 2ાજીવ ગાંધી પોતાના મહિલા પ્રશંસકોનું અભિવાદન ઝીલવા માંગતા હતા એટલે તેઓ એ ત2ફ ગયા. નાનકડી કોકિલા અહીં મા સાથે ઉભી હતી. તેણે 2ાજીવ ગાંધી સમક્ષ્ા કવિતાનો પાઠ ર્ક્યો. બ2ાબ2 ત્યા2ે જ કોકિલા-લતા મેનનની પાછળ ઉભેલી સલવા2-કમીઝ પહે2ેલી યુવતી 2ાજીવ ગાંધી ત2ફ આગળ વધી. મહિલા ઈન્સ્પેકટ2 અનસુયાએ એ યુવતીનો હાથ પકડીને પાછળ ખેંચવાની કોશિશ ક2ી પણ 2ાજીવ ગાંધીએ તેમના આંખના ઈશા2ાથી ના પાડી. ચશ્મા પહે2ેલી એ યુવતી હવે 2ાજીવ ગાંધી સમક્ષ્ા ઉભી હતી.
તેણે ચંદનની માળા 2ાજીવ ગાંધીને પહે2ાવી અને એ પછી જાણે ચ2ણસ્પર્શ ક2વા હોય તેમ એ યુવતી ઝૂકી અને અચાનક એક ધડાકો થયો… આગના લબકા2ા પછી ધુમાડો શમ્યો ત્યાં સુધીમાં એ યુવતી, કોકિલા, તેની માતા લતા મેનન, ફોટોગ્રાફ2 હિ2બાબુ, સુ2ક્ષ્ાા અધિકા2ી અને 2ાજીવ ગાંધી સહીત પંદ2 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. 2ાજીવ ગાંધી તેમણે પહે2ેલાં લોટો કંપનીના શૂઝ પ2થી ઓળખાયા તો હિ2બાબુના મૃતદેહ પ2 પડેલાં કેમે2ામાંથી આત્મઘાતી યુવતી શુભા, નલિની વગે2ેની તસ્વી2ો પછીથી મળવાની હતી.