હસતા મુખ સાથેનું મૃત્યુ આપતો છોડ
તાજેતરના અભ્યાસ દર્શાવે છે કે ડાયેટ સોડા નામનું તુત રોજિંદા ખાંડ વાળા સોડા ડ્રીંક કરતા પણ વધુ તીવ્રતાથી ડાયાબિટીસનું જોખમ વધારી દે છે.
દિવસમાં ફક્ત એક વખાણ પણ જો આ ડાયેટ સોડા પીવામાં આવે તો તે ટાઇપ 2 ડાયાબિટીઝનું જોખમ નોર્મલ શુગર ડ્રીંક કરતા 36% વધારી દે છે. વર્ષોથી ડાયેટ સોડાનું માર્કેટિંગ સાકાર યુક્ત સોફ્ટ ડ્રિંક્સના તંદુરસ્ત વિકલ્પ તરીકે કરવામાં આવે છે. બીજી તરફ નવા સંશોધન સૂચવે છે કે આવી ડાયેટ સોડા લાંબા ગાળાની સ્વાસ્થ્ય સમસ્યાઓને જન્મ આપી શકે છે. વર્ષો સુધી હજજારો લોકોના અભ્યાસ પછી અધ્યયનમાં એ નિષ્કર્ષ પ્રાપ્ત થયો છે કે, કૃત્રિમ ગળપણ ધરાવતી આ ડાયેટ સોડા એક દિવસમાં માત્ર એક વખત પણ જો લેવામાં આવે તો ટાઇપ 2 ડાયાબિટીઝનું જોખમ અનેક ગણું વધી જાય છે. નિયમિત સુગર ધરાવતી સોડાના સેવનમાં 23% જેટલો વધારો કરવામાં આવે તો પણ ડાયેટ સોડાનું જોખમ તેના કરતા વધુ રહે છે. વજન, વય, જીવનશૈલી અને શરીરની ચરબી જેવા પરિબળોને ધ્યાનમાં લીધા પછી પણ ડાયેટ સોડા વધુ જોખમી હોવાનું ઉપસી આવ્યું છે. વળી આ ફક્ત વજનમાં વધારાની કે ડાયાબિટીસના અનિષ્ટની વાત નથી બલ્કે ડાયેટ સોડા સાથે બીજા પણ ઘણા જોખમો સંકળાયેલા છે. સંશોધનકારો કહે છે કે, કૃત્રિમ સ્વીટનર્સ આંતરડાના માઇક્રોબાયોમને વિક્ષેપિત કરી ઇન્સ્યુલિન સિગ્નલિંગમાં દખલગીરી કરે છે. આ રીતે તે લોહીમાં શર્કરાને નિયંત્રિત કરવાની શરીરની ક્ષમતાને મૂંઝવણમાં મૂકે છે. ઘણા “ડાયેટ” અથવા “ઝીરો” પીણાંમાં વપરાતા એસ્પાર્ટમ, સુક્રોલોઝ અને સેક્ચરિન જેવા ઘટકો અગાઉના અભ્યાસમાં પણ ગટ બેક્ટેરિયા અને અસામાન્ય ઇન્સ્યુલિન પ્રતિભાવમાં બદલાવ સાથે જોડાયેલા જોવા મળ્યા હતા. અભ્યાસના તારણો એ ધારણાને પડકાર આપે છે કે ડાયેટ સોડા સલામત અવેજી છે. જ્યારે ડાયાબિટીઝના જોખમને ઘટાડવાની વાત આવે ત્યારે સુગર વાળા અને ડાયેટ એમ બન્ને સોફ્ટ ડ્રિંક્સ ફાયદા કરતાં નુકસાન વધુ પહોંચાડે છે.
- Advertisement -
સ્ટ્રોક અને હાર્ટ એટેક સામે
ઉપવાસ એક મજબૂત રક્ષણ
અભ્યાસ દર્શાવે છે કે, લોહીના ગંઠાઈ જવાની પ્રક્રિયા અટકાવી દઈને ઉપવાસ સ્ટ્રોક અને હાર્ટ એટેક સામે અસરકારક રક્ષણ આપે છે.
વાસ્તવમાં આપણે શું ખાઇએ છીએ અને ક્યારે ખાઇ છીએ તે ખુબ જ મહત્વપૂર્ણ છે.
છેલ્લા સંશોધનોમાં એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે પદ્ધતિસરના ઉપવાસ અને લોહીના ગંઠાઈ જવાની પ્રક્રિયા અટકી જવા વચ્ચે ચોક્કસ પ્રકારનો સંબંધ છે. આ બાબત હ્રુદયની નળીઓમાં લોહી ગંઠાઈ જવાની સમસ્યા ધરાવતા કરોડો લોકો માટે આશાના ઉજળા કિરણ જેવી બની રહે છે.
આધારભૂત અભ્યાસના નિષ્કર્ષ કહે છે કે, ઉપવાસ ગટ બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત મેટાબોલાઇટ ઇન્ડોલ -3-પ્રોપિઓનિક એસિડ (આઇપીએ) ના સ્તરને વધારીને પ્લેટલેટની સક્રિયતા પર રોક લગાવે છે. આ રીતે હ્રુદયની નળીઓમાં લોહી ગંઠાવાની પ્રક્રિયા થંભી જાય છે. લોહીના નમૂનાઓનો અભ્યાસ કરીને, સંશોધનકારોએ એવો નિષ્કર્ષ રજૂ કર્યો છે કે, 10-દિવસીય ઉપવાસની દિંચર્યાસનું પાલન કરવાથી દર્દીઓમાં આઈપીએનું પ્રમાણ વધ્યું હતું અને પ્લેટલેટના જમાવડમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.
આ તારણો સૂચવે છે કે ગટ માઇક્રોબાયોમ શરીરમાં લોહીના ગંઠાઈ જવાના કુદરતી મિકેનિઝમ્સને ઉપવાસ પ્રભાવિત કરીને ઉપવાસ કેવી રીતે કેન્દ્રિય ભૂમિકા ભજવે છે. આ અધ્યયનમાં સિમ્યુલેટેડ હાર્ટ એટેક અને સ્ટ્રોક પછી પણ ઉપવાસના કારણે હૃદય અને મગજને સંભવિત નુકસાન સામે રક્ષણ મળતું હોવાનું પુરવાર થયું હતું. ઉપવાસ દ્વારા ઉત્પન્ન થતું આઇપીએ, લોહી ગંઠાવાની સામાન્ય દવા ક્લોપિડોગ્રેલની અસરો જેવી જ પ્રક્રિયા કરતા હોવાનું સ્પષ્ટ થયું હતું.
સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ગટ બેક્ટેરિયા – ખાસ કરીને ક્લોસ્ટ્રિડિયમ સ્પોરોજેન્સ – આઇપીએ ઉત્પન્ન કરવા માટે જરૂરી છે, જે આંતરડાના આરોગ્ય અને રક્તવાહિની સંરક્ષણ વચ્ચેની શક્તિશાળી કડી દર્શાવે છે. નિષ્ણાતો કહે છે કે હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમને ઘટાડવા માટે પરંપરાગત દવાઓની સાથે ઉપવાસ આખરે જીવનશૈલી આધારિત ઉપચાર તરીકે અકલ્પ્ય પરિણામો આપી શકે છે.
લંઘનમ પરમ ઔષધમ એ આયુર્વેદની ઘેલછા નથી બલ્કે એક મહાન વૈજ્ઞાનિક સત્ય છે
- Advertisement -
આપણાં વિચારો સતત પ્રતિક્ષણ આપણાં મગજને ઘડે છે
આપણા મગજમાં આંગતુકની જેમ પ્રવેશી જતા અનેક અનેક વિચારો માંહેનો એક પણ વિચાર આપણો ક્ષણિક અતિથિ નથી. ન્યુરોસાયન્ટ્સ ભાર પૂર્વક કહે છે કે આ પૈકીના નકારાત્મક વિચારો મગજનું નવેસરથી વાયરીંગ કરી સ્વાભાવિક હકારાત્મક માનસિકતાની જગ્યાએ નકારાત્મકતાને આપણી ડિફોલ્ટ ભાવનાત્મક સ્થિતિ બને તેવું પ્રોગ્રામિંગ મજબૂત કરે છે. આ પ્રક્રિયાને ન્યુરોપ્લાસ્ટીટી તરીકે ઓળખવામાં આવે છે. આ ન્યુરોપ્લાસ્ટીટી વીશે અતી સંક્ષિપ્તમાં કહીએ તો તે મગજના સૂક્ષ્મતમ આંતરિક જોડાણો રચવાની અને ફરીથી ગોઠવવાની ક્ષમતા માટેનો વૈજ્ઞાનિક પરિભાષાનો શબ્દ છે. નકારાત્મક વિચારોનું જ્યારે પુનરાવર્તન થયાં કરે છે વિચારસરણી પુનરાવર્તિત ત્યારે મગજ ચિંતા, અજંપો, ભય અને સંશય માટે મજબૂત ન્યુરલ સર્કિટ્સ અંકિત કરવાનું શરૂ કરે છે. આ સર્કિટ મનમાં ફરી ફરીને આવો અભિગમ, આવો ભાવ પેદા કરે છે. જોકે આ બધા વચ્ચે સારા સમાચાર એ છે કે આપણું મગજ અકળ, રહસ્યમય રીતે સકારાત્મકતા તરફ પણ પરત આવતું હોય છે. જેમ નકારાત્મક વિચારો છાપ છોડી દે છે, તેમ સકારાત્મક વિચારો પણ દ્રઢ છાપ ઉપસાવે છે. કૃતજ્ઞતા આશાવાદ અને કરુણા નવા માર્ગોને સક્રિય કરે છે. તે આપણા મગજનું સમય જતાં સ્વસ્થ ભાવનાત્મક સ્થિતિમાં ડિફોલ્ટ સેટિંગ કરે છે. આનો અર્થ એ છે કે આપણે જેટલી સકારાત્મક વિચારસરણીનો સ્વાધ્યાય કરીએ તેટલું જ આ ઉત્થાન, આ ન્યુરલ કનેક્શન્સ વધુ મજબૂત બને.
તેનો અર્થ એ નથી કે આપણે પડકારોની અવગણવા કરવાની છે અથવા તો જીવનની પ્રત્યેક વાતને સંપૂર્ણતામાં સ્વીકારતા હોવાનો ઢોંગ કરવાનો છે. બોધ એ છે કે આપણે મગજને ઉકેલો, વિકાસ અને સ્થિતિસ્થાપકતા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તાલીમ આપવાની છે. માઇન્ડફુલનેસ, સ્વીકૃતિ ભાવ તથા કૃતજ્ઞ બની રહેવાની આદત કેળવવાથી નકારાત્મકતાના ચક્રને ઉલ્ટી દિશમાં ફેરવી શકાય છે. તે મસ્તિષ્કને વધુ સંતુલિત બનાવી શકે છે.
વિચારોમાં ઊર્જા હોય છે. પ્રત્યેક વિચાર મગજના આર્કિટેક્ચરને આકાર આપે છે. તેથી જ કાળજીપૂર્વક તમારા વિચારોના માલિક બનો. કારણ કે આપણે આજે જે બાબત પર ધ્યાન કેન્દ્રિત કરી છીએ તે આવતીકાલે આપણી ભાવનાત્મક વાસ્તવિકતા બની જાય છે.
ઓક્સિજનની ફેક્ટરી જેવી શેવાળ અને સ્મિત કરતું ઘાસ
પ્રકૃતિનું કોઈ જ સર્જન વ્યર્થ નથી. સાવ સામાન્ય, સૂક્ષ્મ કે ક્ષુલ્લક દેખાતી પ્રાકૃતિક જીવ કે વસ્તુનું સૃષ્ટિ સમસ્ત પરના જીવન નિર્વાહના સંદર્ભમાં એક વિશેષ મહત્વ હોય છે, તેની ખાસ ભૂમિકા હોય છે.
દિવાલો અથવા છત પર કે અવાવરી જગ્યાએ જ્યાં ત્યાં સ્વયંભૂ ઉગી નીકળતી લીલ પણ પ્રકૃતિનું આવું જ એક અનુપમ સર્જન છે. લીલને આપણે યોગ્ય રીતે સમજી શક્યા નથી બાકી આ લીલ કે શેવાળ એ કોઈ ઉપદ્રવ નથી બલ્કે જીવનને ચિરંજીવ બનાવી રાખતું પાવર હાઉસ છે. આ લીલ પ્રતી ચોરસ મીટર વૃક્ષો કરતા ચાર ગણો વધુ કાર્બન ડાયોક્સાઈડ શોષી લે છે. તે ભીત પર, છત પર કે કોઈ અવાવરૂ જગ્યાએ ઉગી નીકળતી હોવાથી તેને અલાયદી જમીનની જરૂર પડતી નથી, વળી તે એકદમ ગરમ વાસ્તવમાં એક પ્રકારનું નેચરલ કૂલિંગ પૂરું પાડે છે. તે હવાનું પ્રદૂષકો અને ઝીણી ધૂળને ફિલ્ટર કરી નાખે છે. ભેજને જાળવી રાખી ધોવાણ અટકાવે છે. કોઈ પણ જાતની સારસંભાળ કે પાણી વીના જ લીધા વીના જ તે સર્વત્ર ફેલાઈ જાય છે. આપણે તેની ભૂમિકાને જ બરાબર સમજ્યા નથી એટલે એક કચરાની જેમ તેનો બેરહેમીથી નાશ કરી નાખી છીએ. આટલું જાણ્યા પછી આ પુનર્વિચારનો સમય છે એટલું સમજો. તમારી આસપાસનો શેવાળ તમારી પાસેથી કાઈ જ માગ્યા વીના વાતાવરણમાંથી ઝેરી કાર્બન ડાયોક્સાઇડ હરી લઈ તમને જીવન દાતા જેવો પ્રાણ વાયુ આપે છે.
ઘાસનું સ્મિત!
માઈક્રોસ્કોપ હેઠળ જોવામાં આવે ત્યારે ઘાસના તણખલાઓ અત્યંત આશ્ચર્ય જનક અને અનઅપેક્ષિત રીતે સ્મિત રેલાવતા નાના નાના ચહેરા જેવા દેખાય છે. આવું દ્રશ્ય તેની સૂક્ષ્મ માળખાકીય રચનાના કારણે સર્જાય છે.
ઘાસ જ્યારે વૃદ્ધિ પામે છે ત્યારે કોષોના સહુથી બહારી પડ વળાંક લઈને નમી જાય છે. આ ઘટના તેને ભેજ જાળવી રાખી નુકસાનનો પ્રતિકાર કરવામાં અને પર્યાવરણ સાથે અનુકૂલન સાધવામાં મદદ કરે છે. તે વખતે માઈક્રોસ્કોપ વડે જવામાં આવે તો સ્મિત કરતા ચહેરા જેવું દૃશ્ય સર્જાતું હોય છે. આવું બનવાનું કારણ કોષની દિવાલનું સ્થિતિસ્થાપકતા અને આ વનસ્પતિના કોષોની અંદરના ટર્ગર દબાણને કારણે બને છે.
ચોક્કસ લાઇટિંગ અથવા મેગ્નિફિકેશન હેઠળ, આ કુદરતી વળાંક ખુશખુશાલ અભિવ્યક્તિઓ જેવું લાગે છે. આ દ્રશ્ય સંયોગ યાદ અપાવે છે કે, પ્રકૃતિ પોતાના સૂક્ષ્મતમ રૂપમાં કેવું છુપુ સૌંદર્ય ધરી બેઠી હોય છે. આપણે જે જોઈએ છીએ ર તે માત્ર કુદરતી સૌંદર્ય નથી બલ્કે તે એક ઝલક છે તે વાતની કે કેવી રીતે પ્રકૃતિ પોતાના પ્રત્યેક રૂપમાં નૃત્ય કરે છે.
બિલાડીઓ; પ્રકૃતિનું એક રહસ્યમય સર્જન
પાલતુ બિલાડી ફેલીસ લીબિકા લીબિક નામની આફ્રિકાની જંગલી પ્રજાતિની બિલાડીમાથી ઉતરી આવી છે. આ સમયગાળો લગભગ દસથી અગિયાર હજાર વર્ષ પહેલાંનો છે. નિયોલિથિક સમયગાળા દરમિયાન લગભગ 12,000 વર્ષ પહેલાં આ જંગલી બિલાડીઓને પાળવાનું ચલણ શરૂ થયું હતું.
બિલાડીઓને શા માટે પ્રકૃતિનું એક ઉત્કૃષ્ઠ સર્જન માનવામાં આવે છે? આવો વિચાર ક્યારેય પણ આવ્યો છે તમને? તેની ચપળતા, સંતુલન અને સંવેદનાઓ બેનમૂન છે. કુદરતે તેના સર્જનમાં જે ચોકસાઇ બતાવી છે તે જીવવિજ્ઞાનની દૃષ્ટિએ આ પૃથ્વી પરના કેટલાક સહુથી વધુ પરિપૂર્ણ જીવોમાં સ્થાન આપે છે. તેના વીજળીક ત્વરાના પ્રતિભાવ અને કોઈ પણ પ્રકારના દેકારા વગરની શિકારી કુશળતાથી લઈને પગ પર ઉતરાયણ કરવાની તેની ક્ષમતા અનોખી છે. બિલાડીઓ હમ્મેશ ગ્રેસફૂલ હોય છે અને અસ્તિત્વ માટે ઝઝૂમવાનું તેનામાં અદમ્ય ઝનૂન હોય છે. તેની શારીરિક પરીપૂર્ણતા, માનસિક સજ્જતા તેમજ પ્રસંગ ના હોય તો આક્રમકતા ભૂલી શાંત બની રહેવાનું તેનું સામર્થ્ય તેને એક રહસ્યમય સંમોહન બક્ષે છે. તેની આ લાક્ષણિકતાઓ જ તેને લોકોની પ્રિય સંગિની બનાવે છે. વૈજ્ઞાનિકોને હજુ આજે તેની જૈવિક ખૂબીઓ થોડા ઘણા અંશે સમજાઈ છે પરંતુ બિલાડીઓ સાથે રહેતા લોકો પહેલેથી જ આ બધું અનુભવી ચૂક્યા છે. તે પ્રકૃતિની હરતી ફરતી પૂર્ણતા છે. બિલાડી જે “મ્યાઉં મ્યાઉં” જેવો અવાજ કરે છે તે માત્ર માનવી સમક્ષ જ, તેને કાઇક કહેવા માટે કરે છે. બિલાડીઓ પરસ્પર સંવાદ માટે આ અવાજ કરવાની બદલે હાવભાવ, મુદ્રા અને બેસવા ઉઠવાની સ્ટાઈલનો ઉપયોગ કરે છે. બિલાડીઓ અન્ય પ્રાણીની જેમ ક્યારેય જાહેરમાં જાતીય સંબંધ કે પ્રસૂતિ કરતી નથી.
ચીને શોધ્યા રાતના અંધકારમાં પણ જોઈ શકતા લેન્સ
ચીનના વૈજ્ઞાનિકોએ એક એવા કોન્ટેક્ટ લેન્સ ડેવલપ કર્યા છે જે પહેરીને આપણે રાતના અંધકારમાં પણ બધું સ્પષ્ટ રીતે જોઈ શકીએ. મોટા કદના નાઇટ-વિઝન ગોગલ્સને બદલે આ નરમ, પારદર્શક લેન્સ નેનોપાર્ટિકલ્સનો ઉપયોગ કરી ઇન્ફ્રારેડ લાઇટનું દૃશ્યમાન રંગોમાં પરિવર્તન કરી નાખે છે. આ લેન્સના માનવીઓ પરના શુરૂઆતી પરીક્ષણોમાં એવું પ્રસ્થાપિત થયું છે કે રાત્રીના ગાઢ અંધકારમાં પણ આ લેન્સ વડે નોંધપાત્ર રીતે ચોખ્ખું જોઈ શકાય છે. રોમાંચક વાત તો એ છે કે બંધ આંખોએ પણ આ લેન્સ ઇન્ફ્રારેડ સિગ્નલ પકડી લે છે. તેનું કારણ એ છે કે પોપચામાંથી તો પ્રકાશ પસાર થતો જ રહે છે. આજની તારીખે આ લેન્સને મજબૂત એલઇડી ઇન્ફ્રારેડ સ્રોતોની જરૂર રહે છે, પરંતુ નજીકના સમયમાં આ લેન્સ રોજિંદા જીવનમાં સુરક્ષા, આરોગ્ય સારવાર અને કટોકટીમાં અપવાદ રૂપ અગોચર સ્થાનો સુધી પહોચવાની બાબતે ક્રાંતિ સર્જી દેશે.
ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ વિકસાવ્યું પૂર્ણ રૂપનું કૃત્રિમ હદય
એક ફ્રેન્ચ કંપનીએ પોતાના ઐતિહાસિક એલાનમાં તેઓએ સંપૂર્ણપણે કૃત્રિમ હૃદય વિકસાવ્યું હોવાનું જાહેર કર્યું છે.
અહીંની કાર્મેટ નામની મેડિકલ ટેક કંપનીએ “પૂરેપૂરું કૃત્રિમ હૃદય” વિકસાવ્યું છે જે દર્દીની પ્રવૃત્તિના સ્તરને ધ્યાનમાં રાખી લોહીના પ્રવાહનું નિયમન કરીને શરીરમાં કુદરતી જેવો જ લય પેદા કરે છે.
4 કિલોગ્રામ વજન અને બેટરી દ્વારા સંચાલિત આ ડિવાઇસ સેન્સર અને બ્લડ પ્રેશરને શોધવા અને અલ્ગોરિધમનો ઉપયોગ કરી બ્લડ પ્રેશરનો તાગ મેળવે છે અને લોહીમાં પરિભ્રમણને પરિભ્રમણને નિયંત્રિત કરે છે. આ રીતે તે પ્રવૃત્તિ દરમિયાનના અને આરામના સમય માટેના લોહીના દબાણને નિશ્ચિત કરે છે.
જટિલતા નિવારવા બાયોકોમ્પ્લેબલ મટીર્યલસ વડે નિર્મિત આ કૃત્રિમ હૃદયની કામગીરીના કારણે હાર્ટ ફેઇલ્યોર વાળા અંતિમ સ્થિતિના દર્દીઓ માટે, દાતાઓની તંગીના સંજોગોમાં ટ્રાન્સપ્લાન્ટ ન થાય ત્યાં સુધી એક પુલ તરીકે આશાનું કિરણ બની રહેશે. હા, આનો અર્થ એ છે કે તે એક પૂર્ણ રૂપ હૃદય પેઠે કાર્ય કરી શકે છે.
અલબત્ત તે દર્દીની પૂરી જિંદગી માટેનો સહારો નથી પણ, દાતાનો મેળ પડે તે પહેલાંનો થોડો સમય કાઢવા ઉમદા મદદ જરૂર છે. અત્યારે યુરોપમાં તેના વેચાણ માટે મંજૂરી આપવામાં આવી છે અને જર્મનીમાં તેની કિંમત એક લાખ સાઈઠ હજાર ડોલર છે.
મોટાભાગની મહિલાઓ માટે આ કદનું હ્રુદય બહુ મોટું ગણાય છતાં, કંપની હજુ તેની ડિઝાઇન પર કામ કરી રહી છે. આ દરમિયાન એક બીજી ફ્રેન્ચ કંપની “કોર્વાવ” પણ હૃદયની થોડી ઓછી ઓછી તકલીફ વાળા દર્દીઓ માટે પ્રતિભાવશીલ રક્ત-પમ્પિંગ ડિવાઇસ વિકસાવી રહી છે. બંને તકનીકીઓ એ સ્વસ્થ ભવિષ્ય તરફની યાત્રામાં મહત્વપૂર્ણ છે. હ્રુદય ટ્રાન્સપ્લાન્ટના બહેતર વિકલ્પ રૂપે કૃત્રિમ હ્રુદય દર્દીને જીવનભર સાથ આપે તેવી ડિઝાઇન વિકસાવવા વૈજ્ઞાનિકો અવિરત કામ કરી રહ્યા છે.
કીડીઓની એક રાણીએ બે અલગ અલગ પ્રજાતિના બચ્ચાને જન્મ આપ્યો
બાયોલોજીના સિદ્ધાંતો નવેસરથી ફરીને લખવા પડે તેવી એક વિરલ ઘટના વૈજ્ઞાનિકોએ નોંધાવી છે. તેઓએ એક એવી બીના કહી સંભળાવી છે જેમાં કીડીઓની રાણીએ બે અલગ પ્રજાતિઓ થકી એક બચ્ચાને જન્મ આપ્યો છે! પ્રાણી જગતની ઉત્ક્રાંતિ ઇતિહાસમાં આ ઘટના અભૂતપૂર્વ છે.
સિસિલી ટાપુ પર આઇબેરિયન પ્રજાતિની મેસોર અને આઇબેરિકસ કીડીમાં એક નૂતન પ્રજનન પ્રણાલી વિકસિત કરવામાં આવી છે જેમાં રાણીઓ તેમનાથી એક સંપૂર્ણપણે અલગ પ્રજાતિઓ મેસોર સ્ટ્રક્ચરના નર ઉત્પન્ન કરે છે અને તેનો ઉપયોગ હાઇબ્રિડ વર્કર કીડીઓ ઉત્પન્ન કરવા માટે કરે છે. આ એમ. સ્ટ્રક્ચર નર આનુવંશિક રીતે સમાન ક્લોન્સ છે, જે મોટે ભાગે પેઢીઓ અગાઉ “ચોરેલા શુક્રાણુ” માથી બનાવવામાં આવે છે અને ત્યારથી તેનું પુનરુત્પાદન થાય છે.
આ બે પ્રજાતિ સિસ્ટમનો અર્થ એ છે કે એક રાણી આનુવંશિક રીતે અલગ સંતાન ઉત્પન્ન કરે છે જેમાં તેની પોતાની જાતિઓ અને બીજી, જંગલમાં 1000 કિલોમીટર દૂર લાંબા ગાળાના પ્રજાતિઓનો સમાવેશ થાય છે. તે ભાવિ રાણીઓ અને એમ. સ્ટ્રક્ચર નર બનાવવા માટે તેની પોતાની પ્રજાતિના નરનો ઉપયોગ તમામ વર્કર કીડીઓ બનાવવા માટે કરે છે. આવશ્યકપણે તે એક વર્ણસંકર ફેક્ટરી ચલાવે છે. સંશોધનકારો આને “બે-પ્રજાતિની સુપરોર્ગેનિઝમ” કહે છે, જે વ્યક્તિત્વ, પરોપજીવીકરણ અને પાલનની વચ્ચેની રેખાઓને સ્પષ્ટ કરે છે. તે એક ઉત્ક્રાંતિવાદી આશ્ચર્ય છે. વૈજ્ઞાનિકો કહે છે કે પ્રાણીઓના માનવીય પાલનને અરીસા બતાવે છે. ફક્ત આ વખતે કીડીની એક પ્રજાતિ શાંતિથી બીજાના ભાવિને નિયંત્રિત કરી રહી છે.
“હસતા મુખનવાળું
મૃત્યુ આપતો છોડ”
વાંચવામાં અજીબ લાગે એવી આ વાત છે. એક વનસ્પતિ મૃત્યુ પણ આપે અને વળી મૃત્યુ વેળા એ મુખ પર હાસ્ય પણ? જોકે આ સત્ય જ છે! પરંતું આ વનસ્પતીએ આપેલા મૃત્યુ સમયનું હાસ્ય ખુશી હર્ષ કે આનંદનું હાસ્ય નથી હોતું બલ્કે આ વનસ્પતિમાં રહેલા વિશિષ્ઠ ઝેરી તત્વોની શરીર પરની ખાસ અસરોના કારણે સર્જાતી અસ્વાભાવિક મુખાકૃતિના કારણસર હોય છે. તેને “કોનીયમ માકુલાટમ” એટલે કે પોઈઝન હેમલોક તરીકે ઓળખવામાં આવે છે. જોવા જેવી વાત તો એ છે કે વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ આ છોડ ગાજર પરિવારનો સભ્ય છે.
તેમાં રહેલું ઝેર તેનો ભોગ બનનાર વ્યક્તિને જે લાચાર સ્થિતિમાં મૂકી દે છે તેની હકીકત બિહામણી છે. તેની આ અસર છોડના ઝેરી આલ્કલોઇડ્સના કારણે હોય છે. આ તત્વ છે પાઇપરીડીન શ્રેણીનું કોનિન, જે નર્વસ સિસ્ટમમાં અવ્યવસ્થા ઊભી કરીને એક પછી એક એક અંગને લકવાગ્રસ્ત કરી છેલ્લે શ્વસન તંત્રને નિષ્ક્રિય કરી નાખે છે. અજીબ વાત તો એ છે કે ત્યારે ભોગ બનનાર વ્યક્તિ સંપૂર્ણપણે ભાનમાં હોય છે. આ વનસ્પતિનું પ્રત્યેક અંગ ઝેરી હોય છે. વાસ્તવમાં આ વનસ્પતિના ઝેરની ઊંડી અસરો સ્નાયુઓનું સંકોચન અને ચેતાને નિષ્ક્રિય કરી ચહેરા પર અનિચ્છનીય રીતે હાસ્ય જેવી સ્થિતિ ઊભી કરે છે. ઈસુના 400 વર્ષ પહેલાં એટલે કે, આજથી લગભગ 3000 વર્ષ પહેલાં મહાન ફિલોસોફર સોક્રેટિસને આ વનસ્પતિનો રસ પીવરાવી મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. હોમિયોપથીમાં સારવાર અર્થે આ વનસ્પતિનો બહુ સરસ ઉપયોગ કરવામાં આવે છે.