મથુરાના કૃષ્ણજન્મભૂમિ અને ઇર્દગાહ મસ્જિદના વિવાદ પર આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થઇ. જ્યાં શ્રી કૃષ્ણ જન્મસ્થાન ટ્રસ્ટએ 13.37 એખર જમીન પર પોતાનો દાવો માંડયો છે. કૃષ્ણ જન્મસ્થાન ટ્ર્સ્ટએ 13.37 એકર જમીન જેમાં ઇર્દગાહનો પણ સમાવેશ થાય છે, તેમના માલિકી હકના દસ્તાવેજ સિવિલ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા.
- Advertisement -
મળેલી જાણકારી મુજબ, કોર્ટએ દસ્તાવેજને પોતાની પાસે રાખી લીધા છે. જો કે, આ સુનાવણીની હવે પછીની તારીખ જાહેર કરવામાં આવી નથી.
શ્રી કૃષ્ણ જન્મસ્થાન ટ્રસ્ટના વકીલ મુકેશ ખંડેલવાલનું કહેવું છે કે, આજે તેમને કોર્ટમાં 13.37 એકર જમીન તેમના માલિકના હકો શ્રી કૃષ્ણ જન્મસ્થાન ટ્ર્સ્ટના નામ છે. તેમના નગર મિગમના ડોક્યુમેન્ટ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા.
- Advertisement -
બીજી તરફ બીજા પક્ષકારો દ્વારા તેમને રિવીઝન કરવાના આદેશ આપવાની માગણી કરી છે. આ વિવાદના અધિકારી ગોપાલ ખંડેલવાલનું કહેવું છે કે, રિવિઝન સ્વીકર્યા પછી બીજા પક્ષકારો દ્વારા કોર્ટ પાસેથી તેની એક નકલની માંગણી કરી છે, જેમની કોર્ટએ મંજુરી આપી છે.
શ્રી કૃષ્ણ જન્મભૂમિ- શાહી ઇર્દગાહ મસ્જિદ વિવાદ પર આ પહેલા 19 મેના મથુરા કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટએ અરજીનો સ્વીકાર કર્યો હતો અને કહ્યું કે, આ કેસની સુનાવણી સિવિલ કોર્ટમાં થશે. આ પહેલા અરજીને સિવિલ કોર્ટ વગર જ નકારી કાઢી હતી.