દિલ્હીની ગીતા કોલોનીના શાસ્ત્રી નગરમાં ચાર માળના મકાનમાં ગુરૂવારે વહેલી સવારે એક ભયાનક આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે હવામાં ધુમાડો ભરાવાને કારણે ઘણા લોકો ફસાયા અને બેભાન થઈ ગયા.
તાજેતરની માહિતી અનુસાર, આગના કારણે અત્યાર સુધીમાં 2 બાળકો સહિત 4 લોકોના મોત થયા છે. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગના કારણે પાર્કિંગમાં પાર્ક કરેલી ચાર ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી.પોલીસે કોઈક રીતે આગ પર કાબુ મેળવ્યો હતો.
- Advertisement -
પોલીસે નવ લોકોને બચાવ્યા હતા. જેમાં ચાર મહિલાઓ, બે બાળકો અને ત્રણ પુરૂષોનો સમાવેશ થાય છે. દરેકને ડો.હેડગેવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમામની હાલત ગંભીર હોવાનું જણાય છે. જિલ્લા પોલીસ ડેપ્યુટી કમિશનર સુરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે શાસ્ત્રી નગરની શેરી નંબર 22માં સવારે 5:22 વાગ્યે આગની માહિતી મળી હતી.