વિશ્વના ઘણા દેશોમાં વધી રહેલા જીવલેણ કોરોના વાયરસને લઈને સરકાર સતર્ક બની છે. કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી
ચીનમાં કોરોના કહેર બાદ હવે સમગ્ર વિશ્વમાં ચિંતાની સ્થિતિ બની છે. વિશ્વના ઘણા દેશોમાં વધી રહેલા જીવલેણ કોરોના વાયરસને લઈને સરકાર સતર્ક બની છે. કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી છે. કોરોના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક બાદ નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પૉલે કહ્યું છે કે, ગભરાવાની કોઈ વાત નથી. ભીડભાડવાળા વિસ્તારોમાં અંદર અને બહાર માસ્ક પહેરો. આ ઉપરાંત જેમણે હજુ સુધી બૂસ્ટર ડોઝ નથી મેળવ્યો, તેઓએ શક્ય તેટલી વહેલી તકે તે કરાવવું જોઈએ, જેથી કોરોનાને ફેલાતો અટકાવી શકાય.
- Advertisement -
"In view of rising cases of #COVID19 in some countries, reviewed the situation with experts and officials today. COVID is not over yet. I have directed all concerned to be alert and strengthen surveillance. We are prepared to manage any situation," tweets Union Health Minister pic.twitter.com/C2PIygymS6
— ANI (@ANI) December 21, 2022
- Advertisement -
શું કહ્યું નીતિ આયોગના સભ્યએ?
કોરોના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક બાદ નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પૉલે કહ્યું કે, જો તમે ભીડવાળી જગ્યાએ, ઘરની અંદર કે બહાર હો, તો માસ્કનો ઉપયોગ કરો. કોમોર્બિડિટીઝ ધરાવતા લોકો માટે અથવા જેઓ વૃદ્ધ છે તેમના માટે આ વધુ મહત્વપૂર્ણ છે.
Only 27-28% of people have taken precaution dose. We appeal to others, especially senior citizens, to take precaution dose. Precaution dose is mandated and guided to everyone: Dr VK Paul, Member-Health, NITI Aayog after Union Health Minister's meeting on COVID pic.twitter.com/G1mL80XwXt
— ANI (@ANI) December 21, 2022
તેમણે કહ્યું કે, અત્યાર સુધી માત્ર 27 થી 28 ટકા લોકોએ જ બૂસ્ટર ડોઝ લીધો છે. આપણે તેને વધારવો પડશે. અમે અન્ય લોકોને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને આ ડોઝ લાગુ કરવા માટે અપીલ કરીએ છીએ. બૂસ્ટર ડોઝ ફરજિયાત છે અને બધા માટે સૂચવવામાં આવે છે.
Use a mask if you are in a crowded space, indoors or outdoors. This is all the more important for people with comorbidities or are of higher age: Dr VK Paul, Member-Health, NITI Aayog after Union Health Minister's meeting on COVID pic.twitter.com/14Mx9ixIod
— ANI (@ANI) December 21, 2022
આજની બેઠકના મહત્વના મુદ્દા
-મોનિટરિંગ વધારવામાં આવશે
– ટેસ્ટિંગ વધારવામાં આવશે
– રસીકરણનો વ્યાપ વધારવામાં આવશે.
– નવા વર્ષ અને તહેવાર પર કોઈ પ્રતિબંધ નથી
– દર અઠવાડિયે એક બેઠક થશે
– ઉડ્ડયન માટે કોઈ સલાહ નથી