30 જેટલા વિદ્યાર્થીઓમાં મચી ગયો દેકારો : 4 ઈજાગ્રસ્ત છાત્રોને હોસ્પિટલ ખસેડાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી આફ્રિકન છાત્રોની અનૈતિક પ્રવૃતિથી મારવાડી યુની.ની છબી ખરડાઈ છે ત્યારે આજે મારવાડી યુની.ની બસ માલીયાસણ – સોખડા ચોકડી વચ્ચે કોઈ કારણોસર પલટી મારી જતા બસમાં સવાર 30 જેટલા વિદ્યાર્થીઓમાં દેકારો બોલી ગયો હતો આ અકસ્માતમાં ઈજા પામેલા 4 જેટલા છાત્રોને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે કુવાડવા રોડ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ મારવાડી યુનીવર્સીટીની બસ છાત્રોને લઈને માલીયાસણ ચોકડીથી સોખડા ચોકડી તરફ જતી હતી ત્યારે કોઈ કારણોસર ડ્રાયવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડ સાઈડમાં લાગેલી એન્ગલ તોડી રોડ ઉપરથી બાજુના ખાડામાં પલટી મારી ગઈ હતી બસ એટલી સ્પીડમાં હતી કે જે દિશામાં જતી હતી તેની વિરુદ્ધ દિશામાં થઇ ગઈ હતી અકસ્માતને પગલે બસમાં સવાર 30 જેટલા છાત્રોમાં દેકારો બોલી ગયો હતો બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા બસમાં સવાર છાત્રો પૈકી ચાર છાત્રોને ઈજા થતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતા મારવાડી યુનીવર્સીટીનો સ્ટાફ તેમજ કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ક્યાં કારણે અકસ્માત સર્જાયો તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.