કહેવાય છે કે ઈરછાઓ સઘળી ફળે જેને બાલાજીની કૃપા મળે, રાજકોટ વાસીઓના દુ:ખ હર્તા દાદા એટલે મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજ, આ એવું મંદિર છે જ્યાં સૌથી વધારે ભીડ જોવા મળે છે કારણકે અહીં બાલાજી દાદા સાક્ષાત – હાજરાહજૂર બિરાજમાન છે , આજના શનિવારના પવિત્ર દિવસે મહાપ્રતાપી બાલાજી દાદાને રંગબેરંગી પુષ્પોના દિવ્ય શણગાર કરવામાં આવ્યા છે, સાથે મંદિરના મહંત પૂ.વિવેકસાગર સ્વામી તથા કોઠારી પૂ. મ્યુનિવત્સલ દાસજી સ્વામીની અધ્યક્ષતામાં સંગીતમય મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું , જેનો પણ બહોળી સંખ્યામાં ભકતોએ લાભ લીધો હતો , સાથે આજે સાંજે 7 વાગ્યે થતી રાજોપચાર પદ્ધતિથી થતી સંધ્યા આરતીમાં હજારો ભક્તો જોડાશે , અહીં શનિવારે 50 હજાર થી પણ વધુ લોકો દાદાના દર્શને આવે છે અને આ મહાપ્રતાપી દાદા સૌની મનોકામનાઓ પૂર્ણ કરે છે , આપ પણ પરિવાર સાથે દાદાના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરો તેમ બાલાજી હનુમાનજી મંદિરની યાદીમાં જણાવાયું છે
બાલાજી હનુમાનજી મહારાજને રંગબેરંગી પુષ્પોનો શણગાર સાથે મારૂતિ યજ્ઞ

Follow US
Find US on Social Medias