21 ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગની ટીમ ત્રાટકી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના પી.ડી.એમ. કોલેજ સામેના હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના પી.ડી.એમ. કોલેજ સામેના હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ શિવશક્તિ દાળપકવાન, જય માતાજી છોલે ભટુરે, ઓમ સાંઈ ઇડલી સંભાર, શ્રી સાંઇ ઘૂઘરા, શ્રી સાંઈ દાળપકવાન, મારુતિ ઇડલી સંભાર, તિરુપતિ ઇડલી સંભાર, બાલાજી દાળપકવાન, બાલાજી મદ્રાસ કાફે, અંબિકા દાળપકવાન, બાલાજી ભૂંગળા બટેટા, આશાપુરા દાળપકવાન, આશાપુરા ઘૂઘરા, પુનમ દાબેલી, અન્ના મદ્રાસ કાફે. ટેસ્ટકિંગ ભૂંગળા બટેટા, શિવ કોલ્ડ્રિંક્સને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના અને તથા મારુતિ દાળપકવાન, બાલાજી દાળપકવાન, બાલાજી ચાઇનીઝ પંજાબી, ભવાની દાળપકવાનની ચકાસણી કરવામાં આવી હતી.
ટ્રાન્સફેટ ચેકિંગ અંર્તગત સ્પેશ્યલ ડ્રાઈવ અંગે ફૂડ વિભાગ દ્વારા કુલ 20 નમૂના લેવામાં આવ્યા હતા જેમાં ગોકુલ સ્નેક્સ પ્રા. લી., પિઝા સ્ટુડિયો, પ્રિન્સ શીંગ, સંતોષ ભેળ, શ્રીરામ ચાઇનીઝ પંજાબી, શ્રીનાથજી પાઉંભાજી, શ્રીનાથજી પાઉંભાજી, ડાઇમંડ શીંગ, શ્રી સિલ્વર બેકરી, શ્રી સિલ્વર બેકરી, રાધે ક્રિષ્ના ફરસાણ હાઉસ, બર્ગરીટો, શિવમ કચ્છી દાબેલી ભેળ, જય અંબે ફરસાણ, મિલ્ક ટોસ્ટ, જય ખોડિયાર બેકરીમાં ખાદ્ય વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા.