આજે અઠવાડિયાના પ્રથમ કારોબારી દિવસે સેન્સક્સ 274 પોઈન્ટ ઉછળીને 60,067.21 અને નિફ્ટી 79.45 પોઈન્ટ વધીને 17,910.50 પહોંચ્યો
Stock Market Today: ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારે ઉછાળા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીના ઉપલા સ્તરો ટ્રેડિંગ સપ્તાહની સારી શરૂઆતના સંકેત આપી રહ્યા હતા અને તેવું જ થયું. સેન્સેક્સમાં પણ 60,000ની ઉપર ટ્રેડ જોવા મળી રહ્યો છે અને નિફ્ટી પણ 17,910 પર પહોંચ્યો છે.
- Advertisement -
બજાર કેવું ખુલ્યું?
આજે શેરબજારની શરૂઆત થતાં જ BSEનો 30 શેરવાળો ઈન્ડેક્સ સેન્સેક્સ 119.15 પોઈન્ટ એટલે કે 0.20 ટકાની તેજીની સાથે 59,912 પર ખુલ્યો હતો. બીજી તરફ NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 57.50 પોઈન્ટ એટલે કે 0.32 ટકાના વધારા સાથે 17,890 પર ખુલ્યો છે.
ઓપનિંગની મિનિટોમાં નિફ્ટી 17900ને પાર, સેન્સેક્સ 60 હજારને પાર
- Advertisement -
નિફ્ટી ખુલતાની સાથે જ 17900ની સપાટી વટાવી ગયો હતો અને તે શરૂઆતની મિનિટોમાં જ 87.55 પોઈન્ટના 0.5 ટકાના ઉછાળા સાથે 17,920 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પણ 60,000ની મહત્વની સપાટીને પાર કરી ગયો છે અને તે 232.83 પોઈન્ટના ઉછાળા સાથે 60,025 પર ટ્રેડ કરી રહ્યો છે.