એશિયન બજારો સપ્તાહના છેલ્લા કારોબારી દિવસમાં લગભગ દોઢ મહિનાના સૌથી નીચલા સ્તરે આવી ગયા છે તો ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી સાથે ટ્રેડિંગ શરૂ થયું
વૈશ્વિક બજારોમાં ઘટાડાનો સિલસિલો યથાવત છે અને એ કારણે એશિયન બજારો સપ્તાહના છેલ્લા કારોબારી દિવસમાં લગભગ દોઢ મહિનાના સૌથી નીચલા સ્તરે આવી ગયા છે. એવામાં આ બધાની વચ્ચે આજે સ્થાનિક શેરબજારમાં મામૂલી વધારા સાથે કારોબાર શરૂ થયો છે. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીએ વધારા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું છે.
- Advertisement -
Sensex climbs 134 points to 59,766.37 in early trade; Nifty advances 36.4 points to 17,660.85
— Press Trust of India (@PTI_News) April 21, 2023
- Advertisement -
આજના કારોબારની શરૂઆતમાં જ સેન્સેક્સ 134 પોઈન્ટ વધીને 59,766.37 પર પહોંચ્યો તો નિફ્ટી 36.4 પોઈન્ટ વધીને 17,660.85 પર ટ્રેડ થઈ રહ્યો છે.