વીજબિલની રૂ. 3,70,837 લાખના દંડની વસુલાત કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકમાં દરેક જીલ્લામાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાની સુચના આપ્યા બાદ અમરેલી જીલ્લા પોલીસ વડા સંજય ખરાતના આદેશથી અમરેલી જીલ્લામાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જીલ્લામાં 113 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. અમરેલી જીલ્લા પોલીસે પીજીવીસીએલ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. મરીન પીપાવાવ પોલીસ વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર વીજ ચોરી કરતા શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના ઇચા. પોલીસ ઇન્સ્પેકટર એ.આર.છોવાળા તથા પોલીસ સ્ટાફ તથા રાજુલા PGVCLનો સ્ટાફ સહીત પીપાવાવ પો.સ્ટે. વિસ્તારના ગામડાઓમાં ગેરકાયદેસર વીજ કનેકશન તેમજ વીજચોરી કરાયેલ કુલ સાત ઇસમોના વીજબીલ કિ.રૂ.3,70, 837 ની ભરપાઈ કરવા કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ ગેરકાયદેસર વીજ જોડાણ કરતા ઇસમોને પકડી પાડી કુલ વીજમીટર ચાર તથા કેબલ વાયર કબ્જે કરી ઇન્ડીયન ઇલેક્ટ્રીસીટી એક્ટની કલમ-135 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી પીજીવીસીએલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવા કાર્યવાહી કરવામાં આવેલ છે. મરીન પીપાવાવ પોલીસે સ્ટેશનના ઇચા ઇન્સ્પેકટર એ.આર.છોવાળા સહિત સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતનાઓની સુચના તથા સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી વલય વૈધનાઓએ આપેલ માર્ગદર્શન હેઠળ પીપાવાવ મરીન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર એ.આર.છોવાળા, એ.એસ.આઇ હિંમતભાઇ રાઠોડ, હેંડ કોન્સ ધનશ્યામભાઇ જીંજાળા તથા પીપાવાવ પોલીસ સ્ટાફ તેમજ એમ.એમ.પરમાર જુનીયર એન્જીનિયર ઙૠટઈક રાજુલા વિગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.



