ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.20
રાજુલાના વિકટર ગામે હાઇવે ઉપર વાહન ચેકીંગ દરમ્યાન મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર જી.એમ.જાડેજા તથા પીપાવાવ પો.સ્ટે.ની ટીમ દ્વારા હાઇવે ઉપર વાહન ચેકીંગ દરમ્યાન શંકાસ્પદ ડિઝલ મળી આવતા મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે અને રાજુલા તરફથી એક સફેદ કલરની ઇકો ગાડી આવતી હોય જેને રોકાવી ચેક કરતા જેના રજી નંબર. GJ-14-AP-1052 વાળી ઈકો ગાડીમા ચેક કરતા ઈકો ગાડીમાં 13 પ્લાસ્ટીકના કેન ભરેલ હોય જે કેન બાબતે પુછપરછ કરતા સદરહુ કેનમા ડીઝલ ભરેલ હોવાનુ જણાવતા હોય જેથી મજકુર ઇસમ પાસે કોઇ આધાર પુરાવાઓ હોય તો રજુ કરવાનુ કહેતા તેઓ પાસે નહી હોવાનુ જણાવેલ.
જેથી મજકુર ઇસમ પાસે મળી આવેલ ડીઝલ શંકાસ્પદ જણાય આવતા શંકાસ્પદ ડીઝલ 395 લીટર ડીઝલ તથા કુલ મુદામાલ કિ.રૂ.2,36,595 સાથે આરોપી કરશનભાઇ લખમણભાઇ બારૈયા ઉ.વ 29 ધંધો. વેપાર રહે.વીસળીયા વાળાને ઇગજજ-35(1)(ઇ),106 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. અને પકડેલ મુદામાલ 1. ડીઝલ કુલ 395 લીટર જેની આશરે કિ.રૂ.35,945 (2)13 પ્લાસ્ટીકના અલગ અલગ કેન જેની આશરે કી.રૂ.650, (3) એક સફેદ કલરની ઈકો ગાડી રજી નંબર.GJ-14-AP-1082 જેની આશરે કિ.રૂ.2,00,000 અને કુલ રૂપિયા 2,36,595 ના મુદામાલ સાથે એક ઇસમને મરીન પીપાવાવ પોલીસે ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં પો.સ્ટે.ના પો.સબ.ઈન્સ. જી.એમ.જાડેજા તથા હેડ કોન્સ ધનશ્યામભાઇ ઝીંઝાળા, પ્રવિણસિંહ બારીયા, પો.કોન્સ મેહુલભાઈ શંભુભાઈ તથા મનુભાઈ ભાભુભાઈ વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.