અમરેલી SOG ટીમને મળી સફળતા
SOG ટીમે લીલા ગાંજાના 48 છોડ રૂ. 77.93 લાખનાં વાવેતર સાથે એક શખ્સને ઝડપ્યો
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
રાજ્ય સરકારના નશીલા પદાર્થો સામેના અભિયાન અંતર્ગત અમરેલી એસપી સંજય ખરાતની સુચનાથી અમરેલી જિલ્લામાં એસ.ઓ.જી. ટીમને સૌથી મોટી સફળતા મળી છે. એસ.ઓ.જી ટીમે ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. મળતી વિગતો અનુસાર અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કેરાળા ગામ તરફ જતા મતીરાળા ગામની સીમ વિસ્તારમાં એક ખેતરમાં ગાંજાનુ વાવેતર કર્યાની બાતમી મળી હતી.
જે બાદ અમરેલી એસ.ઓ.જી (સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ) ટીમે મતીરાળા ગામની સીમ વિસ્તારમાં જઈને બાબુભાઇ ડેરની ખેતીવાડીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અને દરોડા દરમિયાન કપાસની આડમાં ચાલતું ગાંજાનુ વાવેતર એસ.ઓ.જી ટીમે ઝડપી પાડવામાં આવ્યું હતું. એસ.ઓ.જી ટીમે આરોપી છનાભાઇ પંચાલ રહે. કેરાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને આરોપીએ ભાંગ્યું ખેતી રાખેલ તેમાં મોટા પાયે ગાંજાનુ વાવેતર કરેલ હોવાનું સામે આવ્યું હતું. ખેતરમાંથી લીલા ગાંજાના 48 છોડ મળી આવ્યા હતા. જેનું કુલ વજન 155.865 કિલોગ્રામ હતું. એસ.ઓ.જી. ટીમે જપ્ત કરેલા ગાંજાની કિંમત રૂ. 77,93,250 આંકવામાં આવી છે. પકડાયેલ આરોપીને લાઠી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે જ્યાં ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અમરેલી એસ.ઓ.જી. ટીમે મોટું ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં સફળતા મળી છે.



