ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભક્તિ, શ્રદ્ધા અને ભારતીય સંસ્કૃતિનો અદભુત સમન્વય સાધતો શ્રી ઉમિયા માતાજી ઉપર આધારિત પ્રથમ આંતરરાષ્ટ્રીય મ્યુઝિક વિડિયો “મારી ઉમિયા માડી” એ સમગ્ર વિશ્વના ભક્તોનું ધ્યાન ખેંચ્યું છે. આ મ્યુઝિક વીડિયોએ ઉમિયા માતાજીના ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જગાવ્યો છે.
- Advertisement -
આ ભક્તિમય વીડિયો ખયયિં ખજ્ઞશિ નામની યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે, જેનો સ્પોન્સર ડે લવ છે. “મારી ઉમિયા માડી” વીડિયોની નિર્માણ ટીમમાં પ્રોડ્યુસર: મીત જગદીશભાઈ મોરી, ગાયક: હેતલ પટેલ, ગીતકાર: પ્રતિક અહિર, સંગીત: તેજસ-ઋષિક, વિડિયોગ્રાફી: ધાર્મિક ચાંગેલા, યશ ઇસોટિયા, પ્રોડક્શન: મીત મોરી પ્રોડક્શન.
આ વીડિયોનું પ્રોડક્શન ID meetmoriproduction છે. આ ભક્તિસભર પ્રસ્તુતિ દ્વારા ઉમિયા માતાજીના સંદેશને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.