ગાયત્રિ શક્તિપીઠથી સવારે 6:30 વાગ્યે પ્રસ્થાન થશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ શહેરમાં ભવનાથ ખાતે તા.15 ડિસેમ્બરના ગાયત્રી શક્તિપીઠ ભવનાથ ખાતે આ વર્ષે ચોથીવાર જૂનાગઢ મેરેથોન 2024નું આયોજન કરવામાં આવેલ છે. આમ, મેરેથોનને લઇને ત્રણેય સંસ્થા દદ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. મેરેથોન દોડનું પ્રસ્થાન રવિવારે સવારે 6:30 કલાકે થનાર છે. જૂનાગઢ શહેરના લોટસ સ્પોર્ટસ એકેડેમી એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ગ્લોરિયસ જૂનાગઢ અને ગાયત્રી પરિવારના સંયુક્ત ઉપક્રમે તા.15 ડિસેમ્બરના ગાયત્રી શક્તિપીઠ, ભવનાથ ખાતે જૂનાગઢ મેરાથોન-2024નું આયોજન કરવામાં આવેલ છે.
- Advertisement -
આ વર્ષે ચોથી વખત મેરેથોન દોડ યોજાનાર છે. આ દોડની શરૂઆત સસવારે 6:30 કલાકે થશે અને બાદમાં સવારે 8:0 કલાકે ઇનામ વિતરણનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ તકે, નીતાબેન ડી.વાળા, ઉપેદન્દ્ર રાઠોડ, નાગભાઇ વાળા સહિતના ઉપસ્થિત રહેનાર છે.



