નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાએ રીપોર્ટ જાહેર કર્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9
- Advertisement -
નાના મોલ્સ ઝડપથી બંધ થવાના આરે છે કારણ કે લોકો વધુ સારા અનુભવ માટે ઓનલાઇન શોપીંગ અને મોટા શોપીંગ સેન્ટરો તરફ વળે છે. રીપોર્ટ અનુસાર આ એવા મોલ છે જે 40 ટકાથી વધુ ખાલી છે. મંગળવારે એક રિપોર્ટ જાહેર થયો છે. જેમાં 29 શહેરોના શોપીંગ સેન્ટરો અને મોટા બજારોની માહિતી આપવામાં આવી છે.
નાઇટ ફ્રેન્કના ડિરેકટર ગુલામ ઝીયાએ કહ્યું કે, ઘણા નાના શોપીંગ મોલ બંધ થવાના આરે છે. જયારે 2023માં મુખ્ય ભારતીય બજારોમાં તમામ શોપીંગ સેન્ટરોમાં ગ્રોસ લીઝેબલ એરીયા (GLA)માં વાર્ષિક ધોરણે 238%નો વધારો થયો છે. જયારે મોલ્સ બંધ થઇ રહ્યા છે. 2022માં આ સંખ્યા 57થી વધીને 64 થશે. કારણ કે રીટેલર્સ અને ખરીદદારો પ્રીમીયમ પ્રોપર્ટી પસંદ કરે છે. 13.3 મિલિયન સ્કવેર ફુટ શોપીંગ સ્પેસ ખાલી રહેવા સાથે નીચી કામગીરી કરતી રીટેલ એસેટ્સમાં તીવ્ર વધારો થયો છે. આના કારણે 2023માં ડેવલપર્સની આવકમાં રૂા.6700 કરોડનું નુકસાન થવાની સંભાવના છે.