ઓડિશાના પુરીમાં જગન્નાથ રથયાત્રામાં નાસભાગ થતાં ઘણા લોકોના ઘાયલ થવાના સમાચાર છે.
ઓડિશાના પૂરીમાં ભગવાન જગન્નાથ રથયાત્રામાં નાસભાગ થવાના સમાચાર છે. નાસભાગમાં અનેક લોકો ઘાયલ થયાં હતા. રથયાત્રા વખતે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી, આ ઘટના પુરીના બડા ડંડામાં બની હતી. અકસ્માત બાદ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
રથ ખેંચતી વખતે એક વ્યક્તિ ઘાયલ
- Advertisement -
આ ઉપરાંત, એક મોટા અપશુકનમાં રથ ખેંચતી વખતે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘવાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ભગવાન બલભદ્રના રથને ખેંચતી વખતે બની હતી, જેને પહેલા ખેંચવામાં આવ્યો હતો.
શંકરાચાર્યે રથનું પ્રસ્થાન કરાવ્યું
વહેલી સવારે પાંચ વાગ્યે શંકરાચાર્ય સ્વામી નિશ્ચલનંદા સરસ્વતીએ ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના રથને ખેંચીને પ્રસ્થાન કરાવ્યું હતું.
- Advertisement -
યુપીના હાથરસ નાસભાગમાં બાદ ફરી ઘટના
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા યુપીના હાથરસમાં પણ એક સત્સંગમાં નાસભાગ મચી હતી જેમાં 123 લોકોના મોત થયાં હતા.