જૂનાગઢમાં પ્રથમ વખત મેયર પદનો ચહેરો જાહેર કર્યા વગર અંતે લિસ્ટ જાહેર
અટકળોના અંતે 13 સભ્યો રિપીટ કર્યા, 5 વોર્ડમાં સગાઓને ટિકિટ આપી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ મહાનગર પાલિકા ચૂંટણીના ઉમેદવારની લિસ્ટ અનેક અટકળો અને પાર્ટીમાં વધુ ભડકો ન થાય તેને ધ્યાને લઈને ભાજપ દ્વારા વેહલી સવારે વોર્ડ 1 થી 15ના ઉમેદવારો લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં વોર્ડ – 8 લઘુમતી વિસ્તારના નામની જાહેરાત કરાઈ નથી તેમજ ફોર્મ ભરવાની આજે અંતિમ તારીખ એવા સમયે લિસ્ટ જાહેર કરતા નારાજ લોકોને ફોર્મ ભરવાની તૈયારીઓ કરી ન શકે આમ ભારતીય જનતા પાર્ટી દ્વારા પેહલી વખત મેયર પદનો ચહેરો જાહેર કર્યા વગર ઉમેદવારો જાહેર કર્યા છે.અગાઉંની ચૂંટણીમાં અનેક મેયર પદનો ચેહરો જાહેર કરીને ચૂંટણી લડીને વિજય થયા છે.
જૂનાગઢ મનપાની ચૂંટણીને લઇને ભાજપે વ્હેલી સવારે ઉમેદવારીની યાદી જાહેર કરી હતી અને આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસે સરદાર પટેલ ચોક ખાતે એક જાહેર સભાનું આયોજન બાદ તમામ ઉમેદવારો પોતાની ઉમેદવારીપત્ર નોંધાવશે. જયારે વોર્ડ નં.8માં ઉમેદવારનું નામ જાહેર કરાયું નથી અંતે તે વોર્ડ 8 ભાજપમાં ઉમેદવારી પત્ર ભરાશે કે નહીં તે પણ સાંજ સુધીમાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.
જૂનાગઢ મનપા ચૂંટણી જાહેર થઇ ત્યારથી શહેરમાં નો રિપીટ થીયરીની ચર્ચાઓ જોરશોરથી જોવા મળી હતી. અંતે આજે જ્યારે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત થતા તેમાં વોર્ડ 1 થી 15માં 13 કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં વોર્ડ નં.3માં શરીફાબેન કુરેશી, અબ્બાસ કુરેશી, વોર્ડ નં.04માં પ્રફુલાબેન ખેરાળા, ધર્મેશ પોશિયા વોર્ડ નં.6માં કુસુમબેન પ્રવિણભાઇ અકબરી વોર્ડ નં.9માં ચેતના નરેશ ચુડાસમા, ગીતાબેન મોહનભાઇ પરમાર, વોર્ડનં.10 પહેલા વોર્ડ-11માં હતા પલવીબેન ઠાકર, વોર્ડ નં.12 ઇલાબેન ભરતભાઇ બાલસ, વોર્ડનં.13 ધરમણભાઇ રામભાઇ ડાંગર, વોર્ડ નં.14 બાલુભાઇ ભગાભાઇ રાડા, આદ્યાશક્તિબેન મજબુદાર, વોર્ડ નં.15 બ્રિજેશાબેન સંજયભાઇ સોલંકી જૂનાગઢ મનપા ચૂંટણી માટે ભાજપે રિપીટ કર્યા છે.જ્યારે પાંચ વોર્ડમાં પરિવાર નિતિ અપનાવી જેમાં વોર્ડ-1માં શોભનાબેન પિઠીયાની જગ્યાએ તેમના પતિ નિલેશ પિઠીયાને ટિકીટ આપી જયારે વોર્ડ-બેમાં કિરીટ ભીંભાની જગ્યાએ તેના પત્ની લીરીબેન ભીંભાને ટિકીટ, વોર્ડ-9માં ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાને તેમજ એભા કટારાને બદલે તેના ભત્રીજા આકાશ કટારાને અને વોર્ડ-13માં વાલભાઇ આમ છેડાની જગ્યાએ તેમના પત્ની વનીતાબેન આમછેડાને અને અંતે વોર્ડ-14માં કિશોર અજવાણીના પુત્ર લ્પેશ કિશોરભાઇ અજવાણીને ભાજપની ટિકિટ આપી છે. આજથી જયારે મહા પાલિકાનો મહાજંગ શરુ થયો છે.ત્યારે ભાજપની યાદી જાહેર થઇ છે.અને કોંગ્રેસ દ્વારા હજુ અમુક ઉમેદવારોના નામ જાહેર ચર્ચા થઇ રહી છે.સત્તાવાર રીતે કોઈ ઉમેદવાર જાહેર થયા નથી ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ હજુ કોઈ ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થઇ નથી ત્યારે આ ચૂંટણીના મહાજંગમાં આજે જયારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે.ત્યારે સાંજ સુધીમાં ક્યાં પક્ષ માંથી કોને ઉમેદવારી નોંધાવી છે.હાલ તો અંતિમ દિવસે ઉમેદવારો જાહેર થતા આજે ચૂંટણી અધિકારી ઓફિસોમાં ઉમેદવારી ફોર્મ ભરવા રાફડો ફાટ્યો છે.