અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનને લઈ હાલ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો, મહેમાનોને આવકારવા માટે જામનગરમાં તમામ વ્યવસ્થા
જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં આગામી 1 થી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન યોજાવાનું છે. આ બધાની વચ્ચે હવે બૉલીવુડ દિગ્ગજોપણ જામનગર પહોંચી રહ્યા છે. મહત્વનું છે કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનને લઈ હાલ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે દેશ-વિદેશની અનેક હસ્તીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મહેમાનોને આવકારવા માટે જામનગરમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
- Advertisement -
#WATCH | Multi-instrumentalist, songwriter, producer, and bassist Adam Blackstone arrives in Jamnagar, Gujarat for the three-day pre-wedding celebrations of Anant Ambani and Radhika Merchant. pic.twitter.com/jtughH3DEU
— ANI (@ANI) February 29, 2024
- Advertisement -
ભારતના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની 1 માર્ચથી ગુજરાતના જામનગરમાં શરૂ થવા જઈ રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શન માટે બોલિવૂડ સ્ટાર્સ પણ જામનગર પહોંચવા લાગ્યા છે. આ દરમિયાન આજે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર સલમાન ખાન પણ જામનગર પહોંચી ગયા હતા.
Anant Ambani, Radhika Merchant's pre-wedding celebrations begin with 'anna seva'
Read @ANI Story | https://t.co/ILCH9DUEgl#AnantAmbani #RadhikaMerchant #prewedding #celebrations #MukeshAmbani pic.twitter.com/fRrMxJMcd6
— ANI Digital (@ani_digital) February 28, 2024
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં બોલિવૂડ અને હોલીવુડની ઘણી હસ્તીઓ હાજરી આપશે. જેને લઈ સુરક્ષાને લઈ પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મહત્વનું છે કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા માટે સલમાન ખાન પણ જામનગર પહોંચી ગયા છે. વિગતો મુજબ સલમાન ખાનનો એરપોર્ટ પરથી બહાર આવતો વીડિયો સામે આવ્યો છે.
#WATCH | Jamnagar, Gujarat: Anant Ambani and Radhika Merchant's pre-wedding functions started with Anna Seva at the Jogwad village near Reliance Township in Jamnagar. Mukesh Ambani, Anant Ambani and other members of the Ambani family served traditional Gujarati food to villagers.… pic.twitter.com/PeaTe5Y1Sy
— ANI (@ANI) February 28, 2024
એશિયાના નંબર વન અમીર મુકેશ અંબાણીની સાદગી તો જગજાહેર છે. અંબાણી પરિવારનો વારે તહેવારે સામાન્ય લોકો જેવો વ્યવહાર જોવા મળતો હતો. ફરી એક વાર અંબાણી પરિવારની આવી જ સાદગી જોવા મળી હતી. પ્રસંગ હતો નાના પુત્ર અનંત અંબાણીના લગ્નનો અને સ્થળ હતું જામનગરનું જોગવડ ગામ. જોગવડ ગામના લોકોને અંબાણી પરિવારે ભરપેટ ખવડાવ્યું હતું ત્યાં સુધી કે ખુદ મુકેશ અંબાણી, અનંત અંબાણી અને તેની થનારી દુલ્હન રાધિકા મરચન્ટ લોકોને ભોજન પીરસતાં જોવા મળ્યાં હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને વિરેન મરચન્ટની દીકરી રાધિકા મરચન્ટના લગ્નપ્રસંગની શરુઆત થઈ ગઈ છે. લગ્ન પહેલા આજે જામનગરમાં અનંત-રાધિકાનું પ્રી વેડિંગ ફંક્શન શરુ થયું છે.
#WATCH | Jamnagar, Gujarat: Reliance Industries Chairman and MD Mukesh Ambani at the pre-wedding function of his son Anant Ambani with Radhika Merchant at the Jogwad village near Reliance Township in Jamnagar, last night. pic.twitter.com/aRlLyaK7lQ
— ANI (@ANI) February 29, 2024
જામનગરના જોગવડ ગામમાં અન્ન સેવાનું આયોજન
અંબાણી પરિવારે જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ પાસેના જોગવડ ગામે અન્ન સેવા શરુ કરી હતી જેમાં મુકેશ અંબાણી અને ઘરના બીજા સભ્યો ગામલોકોને ભોજન પીરસતાં જોવા મળ્યા હતા. અનંત અને રાધિકા પણ લોકોને ભોજન પીરસતાં દેખાયાં હતા. વર-વધૂના લોકોને ભોજન પીરસતા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અન્ન સેવામાં વર-વધૂ ઉપરાંત રાધિકા મર્ચન્ટના દાદી અને માતા-પિતાએ પણ ભાગ લીધો હતો.