તાલાલાનાં ઉમેરઠી ગામમાં ડેમ આવેલો છે : સર્વેની પણ ચર્ચા
ખાસ-ખબર સંવાદદાતા
તાલાલા તાલુકાનાં ઉમરેઠી ગામમાં હિરણ નદી ઉપર હિરણ-2 ડેમ આવેલો છે. અહીંથી કંપનીઓ અને ગામડાઓ પાણી આપવામાં આવે છે.આજે ગામમાં કૌતુક જગાડે તેવી ઘટના બની હતી. હિરણ-2 ડેમ ઉપર પેરાશુટ દેખાયું હતું.જેના લઇ ગામમાં ભારે ચર્ચા જાગી હતી. તેમજ અનેક તર્ક કરવામાં આવી રહ્યાં હતાં. આ ઉપરાંત સર્વેની કોઇ કામગીરી ચાલતી હોવાની પણ ચર્ચા થઇ રહી હતી. આ અંગે ગામનાં જસવંતભાઇ પટાટે જણાવ્યું હતું કે, હું મારી વાડીએ કામ હતો ત્યારે હિરણ -2 ડેમ પર પેરાશુટ
દેખાયું હતું.
ખાસો સમય ડેમ ઉપર રહ્યું હતું. પહેલા તો કોઇ જમ્પ મારવા માંગતું હોય તેવું લાગ્યું હતું.બાદમાં પેરાશુટ ડેમની સામેની બાજુ ઘુસિયા બાજુ ઉતરી ગયું હતું. અહીં કોઇ સર્વે કરવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે.
હિરણ-2 ડેમ ઉપર પેરાશુટ સાથે કોઇ દેખાતા અનેક તર્ક
