જામનગરમાં વ્યવસાય ધરાવતા આ બંને શખ્સ લોહાણા સમાજને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે
ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં લોહાણા સમાજ બહોળી સંખ્યામાં વસવાટ કરે છે અને લોહાણા સમાજ વેપારી સમાજ તરીકેની શાખ ધરાવે છે ત્યારે જામનગર ખાતે આવેલી મનુભાઈ’સ રાજલક્ષ્મી કેક એન્ડ બેકરીના નામથી વ્યવસાય કરતાં મનુ ખેતવાણી તેમજ હર્ષ મનુ ખેતવાણી (9879409100) દ્વારા પોરબંદર ખાતે વ્યવસાય કરતાં અનુગ્રહ બેકરીવાળા તન્મયભાઈ કારીયા સાથે બેકરી લગત ચીજવસ્તુની લેતી-દેતી કરતાં હતાં.
તેમજ તેઓ વચ્ચે ધંધાકીય વ્યવહાર હતો આ દરમિયાન તેઓ વચ્ચે ધંધાકીય સંબંધિત વાતચીત ચાલુ હતી ત્યારે તન્મયભાઈએ તેમને આપેલું પેમેન્ટ ચેક કરી લેવા જણાવ્યું ત્યારે મનુ ખેતવાણી દ્વારા તમે કઈ જ્ઞાતિના છો તેવું પૂછી ફોન પર જેમ ફાવે તેમ વાણીવિલાસ કર્યો હતો તેમજ સમગ્ર લોહાણા જ્ઞાતિને બિભત્સ ગાળો આપી અનેક વખત જામનગર આવો તો તમને બધાંને મૂકીશ નહીં અને ગર્ભિત મારવા અંગે ચિમકી આપી હતી. સમગ્ર લોહાણા જ્ઞાતિનો આ બાબતમાં કોઈ પણ જગ્યાએ ભાગ રહેતો ન હોવા છતાં ધમકી આપી અને ગાળોનો ઉપયોગ કરી સમગ્ર જ્ઞાતિની પ્રતિષ્ઠાને લાંછન લાગે તેવી કોશિશ કરવામાં આવી છે જેથી સમગ્ર લોહાણા સમાજની લાગણી દુભાઈ હોય અને સોશ્યલ મીડિયામાં આ બાબતની ઓડિયો ક્લિપો ફરતાં લોહાણા સમાજની બદનામી થઈ છે જેથી આ કામના આરોપી મનુ ખેતવાણી તેમજ હર્ષ મનુ ખેતવાણીએ સામે સમગ્ર લોહાણા સમાજની કાયદેસરની કાર્યવાહી કરી કાયદાનું ભાન થાય તે રીતે યોગ્ય કરવા રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.