રાજકોટ પૂર્વ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ ફોર્મ ભર્યું. રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટ પૂર્વ બેઠકના લોકોએ હંમેશા મારા પર પ્રેમ રાખ્યો છે. 2012માં જે સ્થિતિ હતી તે જ સ્થિતિનું પુનરાવર્તન આ વખતે જવા જઈ રહ્યું છે.
આજે ખૂબ આનંદ આવ્યો, કારણ કે અમારા કાર્યકરોમાં ખૂબ આનંદ હતો. મારા કોંગ્રેસના સાથીદારોનો રાજીપો જોઈ મારું દિલ ભરાઇ આવે છે. દેશની શ્રેષ્ઠ વિચારધારાથી દૂર ન રહુ તેવી મારા પર મહાદેવે કૃપા કરી છે. 2012 પહેલા દાંડિયા રાસ પણ ન થઈ શકે તે પ્રકારની સ્થિતિ હતી. પણ 2012 પછી મેં સ્થિતિ સુધારી હતી.