રસ્તા પર નડતરરૂપ રેકડીઓ હટાવાઈ: 7.16 લાખનો ચાર્જ વસૂલાયો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા.04/09/2023 થી 11/09/2023 સુધી શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી. રસ્તા પર નડતર રૂપ 10 રેકડી/કેબીન તે યોગીનગર શિવમ પાર્ક હોકર્સ ઝોન બહાર, ચંદ્રેશનગર, રામનાથપરા, જંકશન રોડ, હોસ્પિટલ ચોક પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદી જુદી અન્ય 33 પરચુરણ ચીજવસ્તુઓ તે નંદનવન, રેસકોર્ષ, જ્યુબેલી રોડ, રામનાથપરા પરથી જપ્ત કરવામાં આવી હતી. 581 કિલો શાકભાજી- ફળ તે જીવરાજ પાર્ક, નંદનવન, પુષ્કરધામ, લોકમેળો,જંકશન રોડ પરથી જપ્ત કરવામાં આવ્યું. 2,82,015/- મંડપ કમાન છાજલી ભાડુ તે રૈયા ચોકડી, ચંદ્રેશનગર,રૈયા રોડ,નાના મૌવા રોડ, મવડી બાયપાસ, નંદનવન, લોકમેળો, હરીધવા રોડ,કોઠારીયા રોડ, સંતકબીર રોડ, પેડક રોડ, સોરઠીયાવાડી,ધરમ સિનેમાની બાજુમાં સરદારનગર મેઈન રોડ,એસ્ટ્રોન ચોક પાસેથી વસુલ કરવામાં આવેલ છે, રૂ.4,34,150/- વહિવટી ચાર્જ તે ચંદ્રેશનગર,મોરબી રોડ,પેડક રોડ, આજીડેમ,સેટેલાઈટ ચોક,રેસકોર્ષ યાજ્ઞિક રોડ,કમિશ્નર બંગલા પાસે, ઢેબર રોડ પરથી જપ્ત કરેલા છે.