આઝાદ હિન્દ અને રામકૃપા ગોલાવાલાને ત્યાં ફ્લેવરના નમૂના લેવાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના વિમલનગર તથા પુષ્કરધામ વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં 3 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે તેમજ ખાદ્યચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
- Advertisement -
આજરોજ ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના વિમલનગર તથા પુષ્કરધામ વિસ્તારમાં આવેલ બજરંગ સોડા શોપ, ઉમિયાજી પ્રોવિઝન સ્ટોર, ઘનશ્યામ કેક શોપને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી અને મહાવીર પ્રોવિઝન સ્ટોર, જલારામ અમુલ પાર્લર, જલારામ પ્રોવિઝન સ્ટોર, હરસિદ્ધિ ફરસાણ, બ્રિન્દા અમુલ પાર્લર, બાલાજી જનરલ સ્ટોર, રાધેશ્યામ ડેરી ફાર્મ, બેસ્ટ બેકરી, ગાંધી સોડા શોપ, જશોદા ડેરી, હરભોલે ફરસાણ, વૃંદાવન ડેરી ફાર્મ, મહાવીર ફરસાણ હાઉસ, બહુચરાજી ફરસાણ હાઉસ, ચામુંડા ફરસાણ હાઉસ, ચોકોબાઇટ કેક શોપ, નીલકંઠ બેકરીની ચકાસણી કરવામાં આવી હતી, સાથે જ આઝાદ હિન્દ ગોલાવાલાને ત્યાં પાઈનેપલ ફ્લેવર અને રામકૃપા ગોલાવાલાને ત્યાં ચોકો ચિપ્સ ફ્લેવરના નમૂના લેવામાં આવ્યા હતા. આમ આજરોજ મનપાની ફૂડ વિભાગની ટીમ દ્વારા ખાદ્યચીજોનું વેચાણ કરતાં ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.