કૈલાસ વિજય સ્વીટ માર્ટમાંથી અખાદ્ય 4 લિટર દાઝીયા તેલ સહિત કુલ 9 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરતી મનપા
ખાસ-ખબર સંવાદદાતા
તહેવારો નજીક હોવાથી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ ચેકિંગ વધારી દીધું છે.
શહેરના મોરબી રોડ થી સેટેલાઈટ ચોક તથા પેડક રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 12 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તથા સ્થળ પર કુલ 9 કિ.ગ્રા. અખાદ્ય વાસી ચીજોનો નાશ કરાયો તેમજ ખાદ્ય ચીજોના કુલ 8 નમૂનાની સ્થળ પર ચકાસણી કરાઈ હતી.
- Advertisement -
ફૂડ વિભાગ દ્વારા શહેરના મોરબી રોડથી સેટેલાઈટ ચોક તથા પેડક રોડ વિસ્તારમાં આવેલી (1)ન્યુ જલારામ બેકરી -પેકિંગ પર યુઝ બાય ડેટ દર્શાવેલ ન હોય 5 ક્રિ.ગ્રા. બ્રેડ વાસી જણાતા સ્થળ પર નાશ તથા હાઈજીનિક કન્ડિશનની જાળવણી બાબતે સૂચના (2)કૈલાસ વિજય સ્વીટ માર્ટ – ઉપયોગમાં લેવાતા અખાદ્ય 4 ક્રિ.ગ્રા. દાઝીયા તેલ સ્થળ પર નાશ તેમજ હાઈજીનિક કન્ડિશનની જાળવણી બાબતે સૂચના અપાઈ હતી. જ્યારે અન્યને નોટિસ ફટકારાઈ હતી.
સેવ અને ચટણીના નમૂના લેવાયા
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ ટેસ્ટ માટે 3 નમૂના લેવામાં આવ્યા હતા. ઝીણી સેવ (ફરસાણ- લુઝ): સ્થળ- ધારેશ્વર ફરસાણ હાઉસ, ભક્તિનગર સર્કલ, મીઠી ચટણી (લુઝ): સ્થળ- પ્રજાપતિ ફરાળી ખીચડી સેન્ટર, શિવ શક્તિ કોલોની, યુનિવર્સિટી રોડ, જે.કે. ચોક પાસે, તીખી ચટણી (લુઝ): સ્થળ- પ્રજાપતિ ફરાળી ખીચડી સેન્ટર, શિવ શક્તિ કોલોની, યુનિવર્સિટી રોડ, જે.કે. ચોક પાસેના નમૂના લીધા હતા.