ચટકા માણતા પહેલાં આ વાંચી લેવું…! લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા નફાખોરો
ચંદ્રેશનગર મેઈન રોડ પર ફુડ વિભાગની ટીમ ત્રાટકી: 32 કિલો વાસી ફુડ મળી આવતાં આસામીઓને નોટીસ ફટકારાઈ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના ચંદ્રેશનગર મેઈન રોડ વિસ્તારમાં આવેલા ખાણી-પીણીના ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ જેમાં કુલ 16 ફુડ બિઝનેશ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ તેમજ ચકાસણી દરમિયાન 32 કિલો વાસી તથા એક્સપાયરી થયેલ પેક ખાદ્ય ખોરાકનો નાશ તથા 4 પેઢીને લાયસન્સ તથા સ્ટોરેજ બાબતે નોટીસ ઠપકારવામાં આવી હતી.
વન વીક વન રોડ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા આજરોજ શહેરના ચંદ્રેશનગર મેઈન રોડ વિસ્તારમાં આવેલા લીંબુઝ સોડા આઈસ્ક્રીમ, એક્સપાયરી થયેલ આઈસ કેન્ડી 4 કિલો, વાસી દાડમના દાણા તથા ટોપરાનું ખમણ 3 કિલો નાશ કરેલ તથા લાયસન્સ બાબતે નોટીસ, હરી ઓમ ઢોસા 20 કીલો વાસી સાંભાર, ગોપીનાથ સેલ્સ એજન્સી 5 કીલો એક્સપાયરી શીંગનો નાશ, મીક્સ કઠોળ ડીશ લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી. ઉપરાંત રાહત મેડીકલ સ્ટોર, ઓમ આઈસ્ક્રીમ, ડીલક્ષ પાન કોલ્ડ્રીંક્સ, માટેલ પાન કોલ્ડ્રીંક્સ, પટેલ ડાઈનીંગ હોલ, અન્નપૂર્ણા ડાઈનીંગ હોલ, આર મીત ટ્રેડીંગ, જેનિલ ડાઈનીંગ હોલ, ચામુંડા પ્રોવીઝન સ્ટોર, લકી પાન, શ્રદ્ધા શોપીંગ સેન્ટર, અમરનાથ ડેરી ફાર્મ, અવધ પાન, ગેલમા સેલ્સ એજન્સી, બોસ કોલ્ડ્રીંક્સની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
- Advertisement -
આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના મુંજકા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મેઈન રોડ વિસ્તારમાં ફૂડ લાયસન્સ તથા અવેરનેસ માટેની કામગીરી કરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાંથી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 મુજબ 4 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં બીલકિંગ પેકેજ્ડ ડ્રીંકીંગ વોટર, બ્રિસ્વેલ પેકેજ્ડ ડ્રીકીંગ વોટર, બીસ્ટાર પેકેજ્ડ ડ્રીકીંગ વોટર વિથ એડેડ મિનરલ્સ અને કેસર શ્રીખંડ સહિતના આસામીઓને ત્યાં ચકાસણી કરાઈ હતી.



